PM મોદી 26 જૂને મૂકશે સ્પીકરના નામનો પ્રસ્તાવ, 27 જૂને રાષ્ટ્રપતિનું અભિભાષણ
Modi Govt 3.0: દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ હવે સ્પીકરના નામની પસંદગી થવાની બાકી છે. સૂત્રોનું કહેવું છે કે 24 જૂને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. 8 દિવસના આ વિશેષ સત્રમાં 24 અને 25 જૂનના રોજ નવા સાંસદોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઇ શકે છે. જ્યારે 26મી જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થઈ શકે છે.
સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી આ દિવસે લોકસભા સ્પીકર માટે NDAના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મુકશે. પીએમ મોદી સ્પીકરની પસંદગી બાદ પોતાના મંત્રી પરિષદની રજૂઆત કરશે.
તો, સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે 27 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અભિભાષણ થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. મહત્વનું છે કે, 18મી લોકસભાના પહેલા સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરીને આગામી 5 વર્ષ માટે નવી સરકારનો રોડમેપની રૂપરેખા રજૂ કરશે.