January 15, 2025

PM મોદીની વાલીઓને ખાસ સલાહ, બાળકો સાથે ક્યારેય આ ભૂલ ના કરો

પીએમ મોદીનું સ્પષ્ટ કહવું છે કે બાળકોએ બીજા સાથે નહીં પરંતુ પોતાની સાથે સ્પર્ધા કરવી જોઈએ.

નવી દિલ્હી: બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા સામાન્ય લોકો સાથે જોડાય છે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના કેટલાક સવાલોના જવાબો પણ આપે છે અને પોતાની વાતો દ્વારા બાળકોને યોગ્ય રસ્તો દેખાડવાની કોશિશ પણ કરે છે.

આ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ બાળકોને પોતાના જીવનમાં સફળ થવા અને આગળ વધવા માટે સલાહ આપે છે. જો તમે પણ વિદ્યાર્થી અથવા અભિભાવક છો તો પીએમ મોદીની કહેલી વાતો તમારા કામમાં આવી શકે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે પીએમ મોદી અનુસાર બાળકોને તેમના જીવનમાં આગળ વધવા માટે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

કોની સાથે સ્પર્ધા કરવી?
પીએમ મોદીનું સ્પષ્ટ કહવું છે કે બાળકોએ બીજા સાથે નહીં પરંતુ પોતાની સાથે સ્પર્ધા કરવી જોઈએ. તેમણે કહ્યું કે માતા-પિતા, શિક્ષકો અથવા સંબંધીઓ દ્વારા કરવામાં આવતી નકારાત્મક તુલના બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તમારે વિદ્યાર્થીઓ અથવા બાળકો સાથે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સરખામણી બાળકના આત્મવિશ્વાસ અને મનોબળને નબળું પાડી શકે છે તેથી આવું કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: ડિફેન્સ એક્સપોર્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, રાજનાથ સિંહે પીએમ મોદીને આપ્યો શ્રેય

સરખામણી ન કરવાની સલાહ આપી
પીએમ મોદીનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ બાળકોની તેમના માતા-પિતા અથવા શિક્ષકો દ્વારા કરવામાં આવતી સરખામણીના સખત વિરોધમાં છે. તેઓ ઈચ્છે છે કે દરેક બાળકને સમાન તકો આપવામાં આવે અને તેમની સરખામણી કરીને તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે.

આત્મવિશ્વાસ ઓછો થાય છે
સ્માઈલફાઉન્ડેશન ઈન્ડિયા અનુસાર, જ્યારે તમે તમારા બાળકની સરખામણી અન્ય બાળકો સાથે કરો છો તો તેનાથી બાળકનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. તેને લાગે છે કે તે કંઈ કરી શકવામાં સક્ષમ નથી અને તેનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. આવા બાળકો તેમના જીવનમાં નિષ્ફળ થઈ શકે છે. તેમનું આત્મસન્માન પણ ઘટી શકે છે.

ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર કરે છે
જ્યારે બાળકની સતત સરખામણી કરવામાં આવે છે, ત્યારે બાળકની અંદર આ વિચાર વધવા લાગે છે કે તે તેના મિત્રો કે ભાઈ-બહેન કરતાં વધુ સારું કરી શકતો નથી. આ બાળકની નિષ્ફળતા સાથે વ્યવહાર કરવાની રીતને પણ અસર કરે છે. બાળક વસ્તુઓને સ્વીકારવામાં અને ફેરફારોને સ્વીકારવામાં પાછળ રહે છે.