January 5, 2025

PM મોદીએ ખોવાયેલો વારસો પાછો મેળવવાનું કામ શરૂ કર્યું: મંત્રી કુબેર ડીંડોર

Kuber Dindor Appeal: ગુજરાતના મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે મુઘલ આક્રમણકારો અને બહારના લોકોએ ભૂતકાળમાં હિંદુ સંસ્કૃતિ પર ઉગ્ર હુમલો કર્યો હતો, પરંતુ તે હજુ પણ જીવંત છે. ગુરુવારે ત્રિ-દિવસીય ‘પંચ મહોત્સવ’ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રાજ્યના શિક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંદુઓ, જેઓ હાલમાં સંપ્રદાયો અને પ્રદેશોમાં વિભાજિત છે, જો તેઓ એક રહે તો “ભૂતકાળમાં જે ખોવાઈ ગયું છે તે ફરીથી મેળવી શકે છે”.

તેમણે કહ્યું, “વિધર્મોએ (બિન-હિન્દુ બહારના લોકો) આ વિસ્તાર પર હુમલો કર્યો અને મુઘલોએ 13મીથી 17મી સદી સુધી અહીં શાસન કર્યું. બાબરથી ઔરંગઝેબ સુધી, આ મુઘલ આક્રમણકારોએ શાશ્વત હિંદુ સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ, આપણી હિંદુ સંસ્કૃતિ હજુ પણ જીવંત છે.” ડીંડોરે સનાતન ધર્મની મક્કમતાને રેખાંકિત કરતાં કહ્યું કે સોમનાથ મંદિરનો સાત વખત નાશ થયો હતો, પરંતુ તે હજુ પણ હિંદુ સંસ્કૃતિના પ્રતીક તરીકે ઊભું છે.

પીએમ મોદી ખોવાયેલો વારસો પરત કરી રહ્યા છે
ડીંડોરે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ખોવાયેલા વારસાને ફરીથી પ્રાપ્ત કરવાનું કામ શરૂ કર્યું છે. વડાપ્રધાનના પ્રયાસોને કારણે હવે અમે પાવાગઢ ટેકરી પર આવેલા મહાકાળી મંદિર પર ધાર્મિક ધ્વજ સ્થાપિત કરવામાં સક્ષમ છીએ. આ 500 વર્ષના અંતરાલ પછી બન્યું છે.” જૂન 2022માં, વડા પ્રધાન મોદીએ પુનઃવિકાસિત મહાકાલી મંદિરમાં પરંપરાગત ધ્વજ ફરકાવ્યો હતો જ્યારે લગભગ 500 વર્ષથી આ સ્થળ પર સ્થિત દરગાહ તેના વાલીઓની સંમતિથી સ્થળાંતર કરવામાં આવી હતી. ડીંડોરે સભાને જણાવ્યું કે નવું મંદિર રૂ. 121 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જોકે ગુજરાત સરકાર અને મંદિર ટ્રસ્ટના આર્થિક સહયોગથી પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “અમે આવા સ્થળોને સાચવી અને વિકસાવી રહ્યા છીએ, જેથી આવનારી પેઢી ભવ્ય હિંદુ સંસ્કૃતિ અને વારસાથી વાકેફ થઈ શકે.

ગુજરાતના કેબિનેટ મંત્રીએ કહ્યું કે, “વિર્ધર્મીઓએ તેમને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપણી સંસ્કૃતિ અને વારસો અજેય રહ્યા. આપણી આવનારી પેઢીએ જાણવું જોઈએ કે કેવી રીતે વિધર્મીઓએ હિંદુ સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવાનું છે અને આપણા વડાપ્રધાન તે દિશામાં કામ કરી રહ્યા છે. આપણો દેશ એક સમયે વિશ્વ નેતા ગણાતો હતો. આપણે તે સ્થળ અને આપણો ખોવાયેલ વારસો પાછો મેળવવાનો છે. મને ખાતરી છે કે આપણે આપણા જીવનકાળમાં સફળ થઈશું.”