December 26, 2024

PM મોદીએ બિલ ગેટ્સને શીખવાડી નમો એપ, ટેકનિક જોઇ ચોંકી ગયા ટેક દિગ્ગજ

નવી દિલ્હી: અબજોપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મળ્યા હતા. બિગ ગેટ્સ આ મહિનાની શરૂઆતમાં ભારત આવ્યા હતા. જે દરમિયાન તેઓ પીએમ મોદીને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન બંનેએ બદલાતી ટેકનોલોજી, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, વુમન પાવર તેમજ AI દ્વારા ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ પર વિશેષ વાતચીત કરી હતી.

વીડિયોમાં પીએમ મોદી ટેક દિગ્ગજ બિલ ગેટ્સને નમો એપની ખાસ ટેક્નોલોજી સમજાવતા જોવા મળે છે. શેર કરાયેલા વીડિયો અનુસાર, પીએમ મોદીએ બિલ ગેટ્સને નમો એપ દ્વારા સેલ્ફી લેવા માટે કહ્યું. જ્યારે બિગ ગેટ્સે પીએમની સૂચના મુજબ આ કર્યું, ત્યારે બિલ ગેટ્સ આગળની એપ્લિકેશનનો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

બિલ ગેટ્સ આ મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને જન કલ્યાણ, મહિલાઓના નેતૃત્વમાં વિકાસ અને કૃષિ અને આરોગ્યમાં નવીનતા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે ચર્ચા કરી.

મીટિંગ પછી ગેટ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું હંમેશા પ્રેરણાદાયક છે અને ચર્ચા કરવા માટે ઘણું બધું હતું.  મહિલા આગેવાની વિકાસ, કૃષિ, આરોગ્ય અને આબોહવા અનુકૂલનમાં નવીનતાઓ અને વિશ્વ ભારત પાસેથી કેવી રીતે શીખી શકે તેની ચર્ચા કરી. આનો જવાબ આપતા મોદીએ X પર લખ્યું, “ખરેખર એક અદ્ભુત મીટિંગ! તે ક્ષેત્રોની ચર્ચા કરવામાં હંમેશા આનંદ થાય છે જે આપણા ગ્રહને સુધારશે અને વિશ્વભરના લાખો લોકોને સશક્ત બનાવશે.”