January 19, 2025

ભારતની ડિજિટલ ક્રાંતિ પર PM મોદીએ કરી આ વાત

અમદાવાદ: આજના સમયમાં ટેક્નોલોજીનું સતત મહત્વ વધી રહ્યું છે. ત્યારે આજના દિવસે પીએમ મોદીએ અને માઇક્રોસોફ્ટના પૂર્વ સીઇઓ બિલ ગેટ્સ સાથે ભારતમાં થઇ રહેલી ડિજિટલ ક્રાંતિ અને ટેક્નોલોજીના ઉપયોગને લઈને વાત કરી હતી. પ્રધાનમંત્રીએ મોદીએ AIથી લઈને નવી આવી રહેલી ઘણી બધી ટેક્નોલોજી વિશે માહિતી આપી હતી.

નિવાસસ્થાને મુલાકાત
પીએમ મોદીએ માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઇઓ બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાતે હતા. આ સમયે પ્રધાનમંત્રી મોદીએ ભારત દેશમાં થયેલી ડિજિટલ ક્રાંતિ પર તેમની સાથે વાત કરી હતી. તો બીજી બાજૂ માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ CEOએ ગયા વર્ષે યોજાયેલી G20 સમિટમાં ટેક્નોલોજીને લઈને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. જાણો આ સિવાય પણ શું શું ટેક્નોલોજીને લઈને ચર્ચા થઈ છે આવો જાણીએ.

ડિજિટલ ક્રાંતિ’ પર મોટી વાતો
પ્રધાનમંત્રીએ આ સમયે જણાવ્યું કે ટેક્નોલોજીએ સામાન્ય માણસ સુધી લઈ જવાનું કામ ભારતમાં કરવામાં આવી રહ્યું છે. જેનો ફાયદો એ થશે કે સામાન્ય માણસ પણ ટેક્નોલોજીમાં ભરોસો કરતો થાય. આ સાથે અમે ટેક્નોલોજીનો દરેક ક્ષેત્રે ઉપયોગ વધારી રહ્યા છીએ. જેમાં આરોગ્ય, કૃષિ અને શિક્ષણથી લઈને ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે રના ગામડાઓમાં રહેતા લોકોને પણ ડિજિટલ શિક્ષણ, હોસ્પિટલ વગેરે જેવી સુવિધાઓ મળી શકે છે. નમો ડ્રોન દીદી યોજનાને લઈને મોદીએ કહ્યું કે અમે અમારા દેશની તમામ મહિલાઓ અને ખાસ કરીને ગામડાઓમાં રહેતી મહિલાઓને ટેક્નોલોજીથી સશક્ત કરવા માંગીએ છીએ. જે સાઇકલ ચલાવવાનું જાણતા નથી તેઓ આજે ડ્રોન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણીમાં ડ્રોનની રહેશે ચાંપતી નજર!

કોરોનામાં ટેક્નોલોજીના કર્યા વખાણ
મોદીએ આ સમયે કોરોના કાળને પણ યાદ કર્યો હતો. રસીકરણને લઈને તેમણે વાત કરી કે CoWIN પ્લેટફોર્મ થકી લોકો તેમના મોબાઇલ પર રસીના સ્લોટ બુક કરીને નજીકના રસી કેન્દ્ર વિશે માહિતી મેળવી રહ્યા હતા. G20 સમિટને લઈને તેમણે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોબાઇલ ફોનમાં એપ ડાઉનલોડ કરીને ડ્રાઇવરો કારમાં બેઠેલા મહેમાનો સાથે કોઈપણ ભાષામાં વાત કરી શકશે. AI અનુવાદક G20 એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવે છે, જે AI દ્વારા ભાષાનું અનુવાદ કરે છે. ડીપફેક પર પીએમ મોદીએ કહ્યું કે તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. કોઈપણ AI જનરેટેડ કન્ટેન્ટમાં વોટરમાર્કિંગ હોવું જોઈએ કે તે AI દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે, જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય.