શ્રીલંકાએ PM મોદીને ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી સન્માનિત કર્યા, આ કરોડો ભારતીયોનું સન્માન છે: PM મોદી

Sri lanka: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં શનિવારે તેમને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’ એનાયત કરવામાં આવ્યો. આ સન્માન તેમને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે કોલંબોમાં આપ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોના ઊંડાણ વિશે વાત કરી અને કહ્યું કે શ્રીલંકા માત્ર એક પાડોશી દેશ નથી પણ ભારતનો પરંપરાગત અને વિશ્વસનીય મિત્ર પણ છે. તેમણે કહ્યું કે ભારત દરેક મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સાથે ઉભું રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેમ જ કરતું રહેશે.
‘શ્રીલંકા ફક્ત આપણો પાડોશી દેશ જ નહીં પણ સારો મિત્ર પણ છે’
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું, ‘ભારતનું વિઝન સબકા સાથ, સબકા વિકાસ રહ્યું છે. અમે મિત્ર દેશોને પ્રાથમિકતા આપીએ છીએ. શ્રીલંકા ફક્ત આપણો પાડોશી દેશ જ નથી પણ એક સારો મિત્ર પણ છે. શ્રીલંકાના મુશ્કેલ સમયમાં અમે તેની સાથે મજબૂતીથી ઉભા રહ્યા. આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણાય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તે મારા માટે ગર્વની વાત છે. આ સન્માન ફક્ત મારું નથી. પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારત માટે ગર્વની વાત છે કે આપણે એક સાચા પાડોશી અને મિત્ર તરીકેની આપણી ફરજો નિભાવી છે.
Addressing the press meet with President @anuradisanayake. https://t.co/yX4QG8WI4E
— Narendra Modi (@narendramodi) April 5, 2025
આ પણ વાંચો: News Capital Reality Check: ભાવનગરમાં દર્દીઓને નથી મળી રહી આરોગ્યની સુવિધાઓ, લોકોને થઈ રહી છે હાલાકી
પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી કે ભારત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતોના વિકાસ માટે લગભગ 240 કરોડ શ્રીલંકન રૂપિયાની સહાય પૂરી પાડશે. આ ઉપરાંત વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે ભારત હજુ પણ શ્રીલંકાની સાથે મજબૂત રીતે ઉભું છે. તેમણે કહ્યું કે ભારતનું ‘સબકા સાથ, સબકા વિકાસ’નું વિઝન ફક્ત દેશ પૂરતું મર્યાદિત નથી. પરંતુ ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ સમાન મહત્વ આપે છે.
Addressing the press meet with President @anuradisanayake. https://t.co/yX4QG8WI4E
— Narendra Modi (@narendramodi) April 5, 2025