December 23, 2024

PM મોદીને મળ્યું ડોમિનિકાનું સર્વોચ્ચ સન્માન, કોરોના સમયગાળામાં કરી હતી મદદ

PM Modi: ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા. ફેબ્રુઆરી 2021માં પીએમએ ડોમિનિકાને કોરોના વેક્સીન એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કર્યા હતા. પીએમની આ ઉદારતાને જોઈને ડોમિનિકાની સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરના દેશોની સાથે ભારત પણ જીવલેણ વાયરસ સામે ઝઝૂમી રહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોની મદદ માટે આગળ આવ્યા હતા, તેમણે રોગચાળા સાથે સંઘર્ષ કરી રહેલા અન્ય દેશોને રસી અને દવાઓનો સપ્લાય કર્યો હતો. આ કાર્યોને ધ્યાનમાં રાખીને કોમનવેલ્થ ઓફ ડોમિનિકાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: MH JH Exit Polls: મહારાષ્ટ્રમાં-ઝારખંડમાં કોની સરકાર બનશે? જુઓ Exit Pollsના આંકડાઓ

પીએમ મોદી દેશની જનતાને સમર્પિત છે
ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકો, તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે. આપણે બે લોકશાહી છીએ અને આપણે બંને સમગ્ર વિશ્વ માટે મહિલા સશક્તિકરણના રોલ મોડેલ છીએ.