April 11, 2025

BIMSTEC દેશો વચ્ચે સહયોગ વધારવા માટે PM મોદીની પહેલ, 21-પોઇન્ટનો એક્શન પ્લાનનો પ્રસ્તાવ મૂક્યો

Bimstec Summit: PM નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટ દરમિયાન 21-પોઇન્ટનો એક્શન પ્લાનનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં ભારતના UPIને BIMSTEC દેશોની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ અને જૂથના સભ્યો વચ્ચે જોડાણને મજબૂત બનાવવા માટે BIMSTEC ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.

છઠ્ઠા BIMSTEC સમિટને સંબોધતા, PMએ કહ્યું, વૈશ્વિક હિતને આગળ વધારવાના હેતુ માટે આ જૂથ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. PMએ X પર લખ્યું, “આપણે આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવીએ તે મહત્વપૂર્ણ છે.” આ સંદર્ભમાં, મેં આપણા સહયોગના વિવિધ પાસાઓને આવરી લેતો 21-પોઇન્ટનો એક્શન પ્લાનનો યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે.”

આ એક્શન પ્લાનમાં માનવ સંસાધનોના સંકલિત વિકાસ માટે BODI અથવા BIMSTEC પહેલનો પણ સમાવેશ થાય છે. આ અંતર્ગત, દર વર્ષે BIMSTEC દેશોના 300 યુવાનોને ભારતમાં તાલીમ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું, “BIMSTEC પાસે ક્ષમતા નિર્માણ માળખાનું એક ચમકતું ઉદાહરણ બનવાની ક્ષમતા છે. આપણે બધા એકબીજા પાસેથી શીખીશું અને આગળ વધીશું.”

આ યોજના હેઠળ તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) પર અનુભવો શેર કરવા માટે BIMSTEC દેશોની જરૂરિયાતોને સમજવા માટે એક પાયલટ અભ્યાસનો પ્રસ્તાવ મૂક્યો. વધુમાં પીએમએ કહ્યું, “આ ઉપરાંત, હું ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને BIMSTEC પ્રદેશમાં પેમેન્ટ સિસ્ટમ્સ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આનાથી વ્યવસાય, ઉદ્યોગ અને પર્યટનને તમામ સ્તરે ફાયદો થશે.” “ચાલો આપણે IT ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરીએ અને BIMSTEC ને ટેકનોલોજીની રીતે વધુ મજબૂત બનાવીએ.”