PM મોદીએ દેશને 3 સુપર કોમ્પ્યુટર ‘પરમ રુદ્ર’ સમર્પિત કર્યા
Param Rudra Supercomputers: PM નરેન્દ્ર મોદીએ આજે દેશમાં બનેલા ત્રણ સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ઉદ્ઘાટન પહેલા તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ટેકનોલોજી સંબંધિત નવીનતાને પ્રોત્સાહિત કરવી! આજે સાંજે લગભગ 5:30 વાગ્યે, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા, હું 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને હવામાન અને આબોહવા માટે હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરીશ.
A boost to tech related innovations!
At around 5:30 PM this evening, via video conferencing, I will be inaugurating 3 Param Rudra Super Computing Systems and a High Performance Computing System for weather and climate. Will specially urge my young friends to join…
— Narendra Modi (@narendramodi) September 26, 2024
નોંધનીય છે કે, આ સુપર કોમ્પ્યુટર અત્યંત ઝડપી અને શક્તિશાળી છે. તેઓ ખૂબ જ ઓછા સમયમાં જટિલ ગણતરીઓ પુરી કરી શકે છે. સુપર કોમ્પ્યુટર એકસાથે એટલી મોટી માત્રામાં ડેટા પ્રોસેસ કરી શકે છે જેની સામાન્ય કોમ્પ્યુટર કલ્પના પણ કરી શકતું નથી. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ વૈજ્ઞાનિક અને સંશોધન કાર્યમાં થાય છે.
With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw
— Narendra Modi (@narendramodi) September 26, 2024
PM મોદી જે ત્રણ નવા સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર દેશને સમર્પિત કરશે તે પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે. આ કમ્પ્યુટર્સમાં લેટેસ્ટ કટીંગ હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના મોટાભાગના કંપોનેટ્સ ભારતમાં ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવ્યા છે. સામાન્ય કોમ્પ્યુટર માટે 500 વર્ષ જેટલો સમય લાગે તે કામ સુપર કોમ્પ્યુટર દ્વારા ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi inaugurates 3 Param Rudra Super Computing Systems and a High-Performance Computing System for weather and climate, via video conferencing
(Source: DD News) pic.twitter.com/Pqq0uOhYm2
— ANI (@ANI) September 26, 2024
પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ હવામાનની આગાહી, આબોહવા, સામગ્રી વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં થશે. પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ ઝડપી રેડિયો વિસ્ફોટ અને અન્ય ખગોળીય ઘટનાઓને શોધવા માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) ખાતે મટીરીયલ સાયન્સ અને ન્યુક્લિયર ફિઝિક્સમાં સંશોધન માટે કરવામાં આવશે.