December 19, 2024

PM મોદીએ The Sabarmati Reportના કર્યા વખાણ, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે…!

PM Narednra Modi Post on The Sabarmati Report: તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને લઇને PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે સત્ય બધાની સામે આવી રહ્યું છે અને આખરે હકીકત બહાર આવે છે.

PM નરેન્દ્ર મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ વિશે શું લખ્યું છે?
પીએમ મોદીએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યુઝરની X પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે. ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના ટ્રેલરનો પણ આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

રીપોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, ”આ સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો તેને જોઈ શકે તે રીતે. નકલી કથા થોડા સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!