January 19, 2025

મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના કલાકારોના કર્યા વખાણ

The Sabarmati Report: નરેન્દ્ર મોદીએ 2002ની ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર મોદીએ એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં લખ્યું કે આ સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે. આ સત્ય એવી રીતે સામે આવી રહ્યું છે કે જેને સામાન્ય લોકો પણ જોઈ શકે છે. ખોટી વાત હમેંશા મર્યાદિત સમય માટે જ ટકી શકે છે. છેવટે, સત્ય હંમેશા બહાર આવે છે! મોદીએ રાશિ ખન્ના, વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા સહિત અન્ય કલાકારો અભિનીત ફિલ્મની પ્રશંસા કરતા આ વાત કહી હતી.

ગોધરાની ઘટના પર આધારિત ફિલ્મ
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવવાની ઘટના બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની વાત કરવામાં આવે તો વિક્રાંત મેસી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ગોધરાની ઘટના ઉપર બનાવવામાં આવી છે. જેમાં 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પર તેના નિર્ધારિત સમય પર લગભગ 12:00 વાગ્યે પહોંચી હતી. ટ્રેન ગોધરાથી નીકળી કે તરત જ ચેઈન ખેંચીને ટ્રેનને સ્ટેશનના આઉટર સિગ્નલ પાસે અટકાવી દેવાઈ હતી. 2 હજાર લોકોના ટોળાએ આ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. જેમાં 59 લોકોના મોત થયા હતા. તેમાં 27 મહિલાઓ અને 10 બાળકોનો સમાવેશ થાય છે.