મહારાષ્ટ્ર: PM મોદીએ વાશિમના જગદંબા મંદિરમાં કર્યા દર્શન, ઢોલ વગાડ્યો
Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના વાશિમમાં પોહરાદેવીના જગદંબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેમણે મંદિરમાં હાજર પરંપરાગત ડ્રમ પર પણ હાથ અજમાવ્યો. આ સાથે તેમણે સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાની એક દિવસીય મુલાકાતે મહારાષ્ટ્ર પહોંચેલા પીએમ મોદીએ વાશિમને 23 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી હતી.
#WATCH | Washim, Maharashtra: Prime Minister Narendra Modi tries his hands on a traditional dhol at the Samadhi of Sant Seva Lal Ji Maharaj. pic.twitter.com/NGhk2sBNUo
— ANI (@ANI) October 5, 2024
પીએમ મોદીએ વાશિમમાંથી જ પીએમ-કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો બહાર પાડ્યો. આ સિવાય તેમણે વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. બંજારા સમાજના સંત રામરાવ મહારાજે પોહરાદેવી જગદંબા માતા મંદિર ભક્તિધામની સ્થાપના કરી હતી.
#WATCH | Washim, Maharashtra: Prime Minister Narendra Modi performs puja at Jagdamba Mata Temple, Poharadevi pic.twitter.com/BddP0a1KCV
— ANI (@ANI) October 5, 2024
બંજારા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ બંજારા સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રના વાશિમમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે કહ્યું કે બંજારા સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ખરેખરમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મતોની બાબતમાં બંજારા સમુદાય મહત્વની ભૂમિકા ભજવે છે. આંકડા મુજબ મહારાષ્ટ્રમાં બંજારોની વસ્તી કુલ વસ્તીના 6 ટકા જેટલી છે.
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi inaugurates and inspects the Banjara Virasat Museum in Washim.
Maharashtra CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis also present.
(Source: DD News) pic.twitter.com/99yVhEaQbm
— ANI (@ANI) October 5, 2024
PM મોદીએ વાશિમમાં શું કર્યું?
- પીએમ મોદીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઈએફ) હેઠળ રૂ. 1,920 કરોડના 7500 થી વધુ પ્રોજેક્ટ લોન્ચ કર્યા.
- પીએમ મોદીએ પશુઓ માટે સંકલિત જીનોમિક ચિપ અને સેક્સ્યુઅલી સિલેક્ટેડ સ્પર્મ ટેકનોલોજી લોન્ચ કરી
- પ્રધાનમંત્રીએ 9200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) લોન્ચ કર્યા. જેમનું કુલ ટર્નઓવર લગભગ રૂ. 1,300 કરોડ છે.
- વડા પ્રધાન મોદીએ મુખ્ય મંત્રી સૌર કૃષિ વાહિની યોજના હેઠળ મહારાષ્ટ્રમાં 19 મેગાવોટ ક્ષમતાના પાંચ સોલાર પાર્કનું ઉદ્ઘાટન કર્યું.
- વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓનું સન્માન કર્યું.
આ પણ વાંચો: આતંકી ફંડિગ પર NIA એક્શન મોડમાં… જમ્મુ કાશ્મીર-મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યમાં દરોડા