November 15, 2024

કિવમાં PM મોદી-ઝેલેન્સકીની મુલાકાત, ભારતીયો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

PM Modi in Ukraine: યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોલેન્ડ અને ત્યારબાદ પાડોશી દેશ યુક્રેન પહોંચી ગયા છે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તે લગભગ અઢી વર્ષથી રશિયા સાથે યુદ્ધ લડી રહ્યું છે. વિશ્વના ઘણા દેશોએ યુદ્ધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. પીએમ મોદી યુક્રેન પહોંચીને રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીને મળ્યા.

પીએમ મોદી ઝેલેન્સકી સાથે ચર્ચા કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે રાજધાની કિવ પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન, મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે રાજધાની કિવમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યુક્રેનની આઝાદી બાદ અહીં આવનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળવાના છે.

ભારતીયો સાથેની મુલાકાત કરી
PM મોદીનું આજે સવારે કિવમાં આગમન થતાં NRIઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી યુક્રેનની એક દિવસીય મુલાકાતે છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

પીએમ મોદીએ કીવ પહોંચવાની માહિતી આપી
PM નરેન્દ્ર મોદીએ યુક્રેન પહોંચવાની માહિતી આપી છે. તેણે ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હું આજે વહેલી સવારે કિવ પહોંચ્યો હતો. ભારતીય સમુદાયે મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.”

યુક્રેનની આઝાદી બાદ પ્રથમ વખત કોઈ ભારતીય પીએમ યુક્રેન પહોંચ્યા છે. યુક્રેન અગાઉ સોવિયત સંઘનો ભાગ હતું. ત્યારબાદ આ દેશ 1991માં સ્વતંત્ર થયો અને યુક્રેન તરીકે વિશ્વ મંચ પર આવ્યો. જો કે ભારત સાથે તેના સંબંધો ઘણા જૂના છે, પરંતુ પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન આ દેશમાં પહોંચ્યા છે.