January 24, 2025

PM મોદી રાજસ્થાનમાં આજે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

PM Modi: રાજસ્થાનમાં 11 નદીઓને એકબીજા સાથે જોડવા માટે આશરે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. રાજસ્થાનને જળ સરપ્લસ બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ભવિષ્યમાં જળ સંકટની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે જળ સરપ્લસ રાજ્ય બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: IND vs AUS: બુમરાહે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યો રેકોર્ડ, આવું કરનાર માત્ર બીજો ભારતીય

આ નદીઓને જોડવામાં આવશે
રાજસ્થાનમાં પાણીની ગંભીર કટોકટી છે. આજના દિવસે રાજસ્થાનમાં 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમાં 11 નદીઓને જોડવામાં આવશે. આ પછી રાજસ્થાનમાં પૂરતું પાણી મળી રહેશે. રાજસ્થાનમાં જળ સંરક્ષણની જરૂર છે. આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જળસંકટની સમસ્યા છે તે દૂર થશે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ હેઠળ પાર્વતી, કાલિસિંધ, કુનો, બનાસ, બાણગંગા, રૂપારેલ આ નદીઓને જોડવામાં આવશે.