January 15, 2025

PM Modi Meets Paris Olympic Players: મોદી પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓને મળ્યા, આપ્યો ખાસ સંદેશ

PM Modi Meets Paris Olympic Players: પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓને પીએમ મોદી મળ્યા છે. પીએમ મોદી ખેલાડીઓને જીત માટે ખાસ મંત્ર આપી રહ્યા છે. આ સાથે તમામ ખેલાડીઓ પીએમ મોદીને પોતાનો પરિચય આપી રહ્યા છે અને તેમના રમત ક્ષેત્ર વિશે માહિતી આપી રહ્યા છે.

આ પણ વાંચો: PM મોદીને મળી ખાસ ભેટ, BCCI પ્રમુખ અને સેક્રેટરીએ આપી ખાસ જર્સી

ખેલાડીઓને આપે છે પ્રોત્સાહન
પીએમ મોદીએ દેશમાં રમતગમત અને ખેલાડીઓની સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા છે અને હજૂ પણ કરી રહ્યા છે. ખેલો ઈન્ડિયા જેવી ઈવેન્ટ્સ લોન્ચ કરવા ઉપરાંત પીએમ મોદી મોટા પ્રસંગો પહેલા તમામ ખેલાડીઓ સાથે વાત કરે છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ તે ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોદીએ ખેલાડીઓને સાંત્વના આપી હતી. આ વખતે પણ 2024 પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. તેની સાથે ભારત સરકાર 2036 ઓલિમ્પિકની યજમાની માટે પણ સતત પ્રયાસો કરતી જોવા મળી રહી છે.

પેરિસમાં કરાશે આયોજન
ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. તે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજન થશે. ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે. આ વખતે ભારતની નજર બને તેટલા મેડલ જીતવા પર છે. મોદીજી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી.