January 8, 2025

PM Modiએ કારગિલ વોર મેમોરિયલ પરથી પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

kargil diwas: કારગિલ દિવસના અવસર પર પીએમ મોદીએ દેશના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુર સૈનિકોને યાદ કરીને મોદીએ પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ સમયે મોદીએ કહ્યું કે પાકિસ્તાને ભૂતકાળમાં જે પણ પ્રયાસો કર્યા છે ત્યારે હમેંશા તેને હાર જ મળી છે. પાકિસ્તાને તેના ભૂતકાળમાંથી કંઈ શીખ્યું નથી.

જોરદાર નિશાન સાધ્યું
25મા કારગિલ વિજય દિવસના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કારગિલ યુદ્ધ સ્મારક ખાતે બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદી વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૈનિકોને સંબોધિત કર્યા. 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા. આ સમયે પ્રધાનમંત્રીએ સંબોધિત કરી રહ્યા હતા તે સમયે પાકિસ્તાને કડક સંદેશ આપ્યો હતો અને જોરદાર નિશાન સાધ્યું હતું.

પાકિસ્તાને ભૂતકાળમાં કંઈ શીખ્યું નથી
પીએમ મોદીએ સંબોધન કર્યું હતું તે સમયે તેમણે કહ્યું કે પાકિસ્તાન તેના ભૂતકાળમાંથી કંઈ શીખયું નથી. પાકિસ્તાનને હમેંશા હારનો સામનો કરવો પડ્યો છે. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. વધુમાં મોદીએ કહ્યું કે પાકિસ્તાનની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. હુ અત્યારે એ જગ્યાએથી બોલી રહ્યો છે કે આતંકવાદના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આ આકાઓને કહેવા માંગુ છું કે તેમના નાપાક ઈરાદા કયારે પણ પુર્ણ નહીં થાય. અમારા દેશના સૈનિકો તેને કચડી નાખશે. અમારા દરેક દુશ્મનને તેઓ જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચો: કારગિલ વિજય દિવસઃ લેહને ભારતમાંથી છૂટું કરવા માગતું હતું પાકિસ્તાન

હું ભાગ્યશાળી છું
પીએમ મોદીએ સંબોધનમાં વધારે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે કારગિલ યુદ્ધ દરમિયાન હું એક સામાન્ય દેશવાસી તરીકે મારા સૈનિકોની વચ્ચે હતો. ફરી કારગિલની ધરતી પર છું ત્યારે એ યાદો મારા મનમાં તાજી થઈ રહી છે. આજે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ થયાની સાક્ષી બની રહી છે. પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે આપણા સૈનિકોએ આ ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું હતું. દેશને જીત અપાવનાર આવા તમામ બહાદુરોને હું સલામ કરું છું. કારગિલમાં માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને હું સલામ કરું છું.