December 19, 2024

આગની ઘટના હૃદયદ્રાવક છે… PM મોદીએ ઝાંસી દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક

Jhansi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હ્રદયદ્રાવક છે. જેઓએ પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે જ્યારે 16થી વધુ બાળકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના સીએ યોગી આદિત્યનાથ સતત સક્રિય છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે. ખરેખર આ ઘટનાથી દરેક જણ દુઃખી છે. બસપા ચીફ માયાવતીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શુક્રવારે રાત્રે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે અને 16 ઘાયલ થયા છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) અવિનાશ કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં આગ ફાટી નીકળી હતી.

 

આ પણ વાંચો: 10 મિનિટ અને બધુ જ તબાહ… ઝાંસીની હોસ્પિટલમાં આખરે શું થયું?