PM મોદીએ યુવાનોને આપ્યો સફળતાનો આ મંત્ર…

PM Modi Lex Fridman Podcast in Gujarati: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેના સંવાદનો સાડા ત્રણ કલાક પોડકાસ્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં મોદીએ ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. યુવાની વિશે લેક્સ ફ્રિડમેનના પ્રશ્નના જવાબમાં પીએમએ કહ્યું કે સફળતા માટે ધીરજ અને આત્મવિશ્વાસ જરૂરી છે. આ ઉપરાંત, પીએમએ નવી શિક્ષણ નીતિ અને તેમના શિક્ષણની યાદો અને બાળપણની યાદો તાજી કરી હતી.
આ પણ વાંચો: લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં PM મોદીએ કહ્યું – 140 કરોડ ભારતીયો મારી તાકાત…
આપણે હંમેશા આપણી અંદર અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ
પોડકાસ્ટરમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે રાત ગમે તેટલી અંધારી હોય, તે ફક્ત રાત જ છે અને સવાર જરૂર આવશે. એટલા માટે આપણને ધીરજ અને આત્મવિશ્વાસ રાખવો જરુરી છે. પીએમ મોદીએ કહ્યું કે હું બધા યુવાનોને કહું છું કે ધીરજ રાખો, જીવનમાં કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટ તમને સૌથી ટૂંકો રસ્તો બતાવશે.’ હું યુવાનોને પણ એ જ કહીશ, શોર્ટકટ તમને ફક્ત ટૂંકો રસ્તો જ બતાવશે.