PM મોદીએ પોડકાસ્ટમાં પિતા સંબંધિત રસપ્રદ કિસ્સો સંભળાવ્યો, જાણો શું કહ્યું…

PM Modi Lex Fridman Podcast: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેના સંવાદનો સાડા ત્રણ કલાક પોડકાસ્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદીએ ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં તેમના બાળપણ, કૌટુંબિક મૂલ્યો, ગરીબીના અનુભવ વિશે વાત શેર કરી હતી. મોદીએ તેમની માતા અને પિતા વિશે પણ વાત કરી હતી.એમ મોદીએ લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો આવો જાણીએ.
આ પણ વાંચો: PM મોદીએ યુવાનોને આપ્યો સફળતાનો આ મંત્ર…
પોડકાસ્ટમાં વડાપ્રધાને કહ્યો આ રસપ્રદ કિસ્સો
પીએમ મોદીએ તેમના માતાપિતાની મહેનત અને શિસ્તને પોડકાસ્ટમાં યાદ કરી હતી. કહ્યું કે મારી માતાએ ખૂબ મહેનત કરી છે. મારા પિતા પણ ખૂબ જ શિસ્તબદ્ધ હતા. તેઓ દરરોજ સવારે 4:00 કે 4:30 વાગ્યે ઘરેથી નીકળતા, મંદિરોમાં જતા અને પછી તેમની દુકાને કામ પર જતા હતા. આ સમયે મોદીએ કહ્યું કે મારા પિતા ગામમાંથી પસાર થતા હતા, ત્યારે તેઓ પરંપરાગત ચામડાના જૂતા પહેરતા હતા, જે ગામમાં હાથથી બનાવવામાં આવતા હતા. સવારે મારા પિતા આ જૂતા પહેરીને નિકળતા હતા ત્યારે ‘ટક, ટક, ટક’ અવાજ આવતો હતો. ગામલોકો તેમના પગલાના સાંભળીને આ સમયે કહેતા હતા કે “હા, શ્રી દામોદર આવી રહ્યા છે અને સવારે 4:00 કે 4:30 વાગ્યા હશે.