July 27, 2024

PM મોદીએ કાલારામ મંદિર પરિસરની કરી સફાઈ, કહ્યું; 22 જાન્યુઆરીએ તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે

PM - NEWSCAPITAL

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાસિકમાં રોડ શો યોજ્યો હતો. તેમણે રામકુંડ અને શ્રી કાલારામ મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. PMએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નાસિકમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે, આજનો દિવસ ભારતની યુવા શક્તિનો દિવસ છે. આ દિવસ એ મહાપુરુષને સમર્પિત છે જેમણે ગુલામીના સમયગાળા દરમિયાન ભારતને નવી ઉર્જાથી ભરી દીધું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર હું તમારા બધા યુવાનો વચ્ચે નાસિકમાં છું. હું આપ સૌને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે, આ માત્ર સંયોગ નથી પરંતુ મહારાષ્ટ્રની આ પવિત્ર, વીર ભૂમિ, આધ્યાત્મિક અને ભક્તિમય ભૂમિનો પ્રભાવ છે કે અહીંથી ભારતની મહાન હસ્તીઓનો ઉદય થયો છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામે પંચવટીની આ ભૂમિમાં ઘણો સમય વિતાવ્યો છે. હું આ ભૂમિને મારી શ્રદ્ધાંજલિ આપું છું.

પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિરોની સફાઈ કરો : પીએમ મોદી

વડાપ્રધાને દેશની જનતાને મંદિરની સફાઈ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે, 22 જાન્યુઆરી સુધી દેશના તમામ તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરી સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. આજે મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાનો લાહવો મળ્યો છે. તેમણે કહ્યું કે, હું દેશવાસીઓને અનુરોધ કરીશ કે તેઓ દેશના તમામ મંદિરો અને તીર્થક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવે અને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પોતાનું શ્રમ દાન કરે.PM - NEWSCAPITALપીએમએ શ્રી અરવિંદોને પણ યાદ કર્યા

પોતાના સંબોધનમાં પીએમએ સ્વામી વિવેકાનંદ તેમજ શ્રી અરવિંદોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશના ઋષિ-મુનિઓથી લઈને સામાન્ય માણસ સુધી દરેકે યુવા શક્તિને હંમેશા સર્વોપરી રાખી છે. શ્રી અરવિંદો કહેતા હતા કે, જો ભારતે પોતાના લક્ષ્યો હાંસલ કરવા હોય તો ભારતના યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે, સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે ભારતની આશા ભારતના યુવાનોના ચરિત્ર અને પ્રતિબદ્ધતા પર ટકેલી છે. શ્રી અરવિંદો અને સ્વામી વિવેકાનંદનું આ માર્ગદર્શન આજે વર્ષ 2024 માં ભારતના યુવાનો માટે એક મહાન પ્રેરણા છે.

આ પણ વાંચો : રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રાણ પ્રતિષ્ઠાથી દૂર રહેનાર પક્ષો પર આકરા પ્રહારો કર્યા

1.10 કરોડ લોકો ‘મેરા યુવા ભારત સંગઠન’ સાથે જોડાયા

પીએમ મોદીએ કહ્યું કે જે ઝડપે દેશના ખૂણે-ખૂણે યુવાનો ‘મેરા યુવા ભારત સંગઠન’માં જોડાઈ રહ્યા છે તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. માય યુથ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનની સ્થાપના પછી આ પહેલો યુવા દિવસ છે. તેમણે કહ્યું કે આ સંગઠનને 75 દિવસ પણ પૂરા થયા નથી અને લગભગ 1.10 કરોડ યુવાનોએ તેમાં પોતાનું નામ નોંધાવ્યું છે.