January 18, 2025

PM મોદીએ રેમલ વાવાઝોડાથી પ્રભાવિત લોકોને આપી મદદની ખાતરી

Remal Cyclone: ‘રેમલ’ વાવાઝોડાએ મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ લોકોને બચાવવા કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હાલ વડાપ્રધાને રેમલ વાવાઝોડાને લઈને ટ્વિટ કર્યું છે.

નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ
ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકશાની થઈ છે. રેમલ વાવાઝોડાના કારણે તબાહી મચી ગઈ છે. જેને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે મારી પ્રાર્થના ત્યાં અસરગ્રસ્ત લોકો સાથે છે. કેન્દ્ર સરકારે શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. આ સાથે દરેક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તોની મદદ માટે અધિકારીઓ સતત કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ રેમલને લઈને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં રેમલ વાવાઝોડાના કારણે તેઓ ચિંતિત છે. વડાપ્રધાન મોદીએ પણ માહિતી મેળવી હતી. જે તે સંબધિત મુખ્યપ્રધાન સાથે પણ વાત કરી છે. હાલની પરિસ્થિતિ કેવી છે તેનો તાગ મેળવ્યો હતો અને તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. જે લોકોએ પોતાના પરિવારના વ્યક્તિને ગુમાવ્યા છે અને જે લોકો ઘાયલ થયા છે અમે તેમની સાથે છીએ. સતત પરિસ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અધિકારો પણ લોકોને જેમ બને તેમ મદદ માટે હાજર છે. અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.