November 6, 2024

બ્રુનેઈ પહોંચ્યા PM મોદી, ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદીએ કર્યું સ્વાગત

PM Modi Brunei Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ પહોંચ્યા છે. એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની બ્રુનેઈ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે ભારતીય પીએમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

પ્રવાસી ભારતીયોએ કર્યું સ્વાગત
પીએમ મોદી બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન પહોંચ્યા. અહી તેઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં પ્રવાસી ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હોટલની બહાર હાજર લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા.

PM મોદી મંગળવાર સવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની યાત્રા માટે રવાના થયા. યાત્રા પર રવાના થતાં પહેલા તેમણે કહ્યું હતું કે બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને હિન્દ પ્રશાંત માટેના તેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો તરીકે ગણાવ્યા અને કહ્યું કે તેમની આ મુલાકાત બંને દેશો તેમજ બૃહદ આસિયાન ક્ષેત્ર સાથે પણ ભારતની ભાગીદારીને વધુ મજબૂત થશે.

પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલકિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી અમારા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.

આ પણ વાંચો: ‘તેમના ધારાસભ્ય દુષ્કર્મમાં ફસાય તો તેઓ મૌન કેમ?’, ભાજપ પર વરસ્યા મમતા

પીએમ મોદી 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે. તેમણે કહ્યું, હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ, વરિષ્ઠ મંત્રી લી સિએન લૂંગ અને સેવાનિવૃત્ત વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગને મળવાની રાહ જોઈ રહ્યો છું.