January 26, 2025

PM મોદી પહોંચ્યા કેવડિયા, એકતાનગરમાં કરોડોના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

નર્મદા: આવતીકાલે ઓક્ટોબરના રોજ સરદાર વલ્લ્ભભાઈ પટેલની જન્મ જયંતીની નીમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એકતા દિવસ નીમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની આવી પહોંચ્યા છે. અહી એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું.

મહત્વનું છે કે આવતીકાલ 31મીના જન્મ દિવસે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી એકતાનગર કેવડિયા ખાતે પહોચ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, સાથોસાથ એકતાનગર ખાતે આયોજીત એકતા પરેડની સલામી પણ વડાપ્રધાન મોદી ઝીલશે.