PM મોદીએ ભરવાડ સમુદાયને પ્રાકૃતિક ખેતી કરવાની કરી અપીલ, કહ્યું-દીકરીઓને કોમ્પ્યુટર ઓપરેટ કરતા શીખવો

Bharwad community: PM નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભરવાડ સમુદાયને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ કુદરતી ખેતી અપનાવવા અને વૃક્ષો વાવવા વિનંતી કરી. પીએમ મોદીએ ભરવાડ સમુદાયને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપવા પણ વિનંતી કરી. પીએમ મોદીએ ભાવનગરના બાવળીયાળી ધામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સમુદાયના સભ્યોને ડિજિટલ માધ્યમથી સંબોધન કર્યું.
ટેકનોલોજીની મદદથી આજે, હું ઠાકરધામ બાવળીયાળી ખાતે ઉપસ્થિત વિશાળ જનસમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભગવદ્ જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું.… pic.twitter.com/UvvMnMekID
— Narendra Modi (@narendramodi) March 20, 2025
પ્રાકૃતિક ખેતી માટે અપીલ
PM મોદીએ કહ્યું કે આપણે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે અને આ માટે મને તમારા સમુદાયના સમર્થનની જરૂર છે. પહેલું પગલું આપણા ગામડાઓનો વિકાસ કરવાનું છે. હું તમને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ કુદરતી ખેતી અપનાવવા અને એક વૃક્ષ વાવવા વિનંતી કરું છું. પીએમ મોદીએ બાવળીયાળી ધામને આસ્થા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ ગણાવ્યું હતું.
Sharing my remarks during a programme of Bavaliyali Dham in Gujarat. https://t.co/JIsIUkNtGS
— Narendra Modi (@narendramodi) March 20, 2025
દીકરીઓને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા શીખવો
પીએમ મોદીએ સમુદાયને “પરિસ્થિતિઓ અનુસાર પરિવર્તન લાવવા અને તેમની દીકરીઓને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવવા” અપીલ કરી. તેમણે કહ્યું, “પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવતું હતું. હવે અમે આ લાભ પશુપાલકોને પણ આપ્યો છે, જેથી તેઓને ઓછા વ્યાજ દરે લોન મળી શકે.
ઠાકરધામ બાવળિયાળી ખાતે આયોજિત કાર્યક્રમમાં મારા વકતવ્ય દરમિયાન, મેં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના સહયોગ અને યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી તેમજ રસીકરણ દ્વારા પગ અને મોંને લગતા રોગો અટકાવવા તથા વન-આવરણ વધારવા જેવા વિવિધ પ્રયાસોમાં જનજાગૃતિ અને જનભાગીદારીની અપીલ કરી.
— Narendra Modi (@narendramodi) March 20, 2025
લોકોને સંબોધતા તેમણે કહ્યું કે આપણે આપણી ધરતી માતાને ઘણું દુઃખ પહોંચાડ્યું છે કારણ કે આપણે પાણી ખેંચતા રહ્યા અને પછી તેમાં ઝેરી રસાયણો રેડતા રહ્યા. હવે, તેને ફરીથી સ્વસ્થ બનાવવાની જવાબદારી આપણી છે અને ગાયનું છાણ પૃથ્વીને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે. વધુમાં પીએમ મોદીએ સમુદાયને તેમના પશુઓને પગ અને મોઢાના રોગ સામે કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે રસી અપાવવા અપીલ કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
તેમણે ઉમેર્યું, “અમે સ્વદેશી પશુઓના સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન પણ ચલાવીએ છીએ. તમારે આ યોજનાઓનો લાભ લેવો જોઈએ. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાવળીયાળી ધામની મુલાકાત લીધી હતી અને ભરવાડ સમુદાય દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.