September 20, 2024

શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મામલે PM મોદીએ માંગી માફી

PM Modi In Mumbai: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી છે. આ પહેલા કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) એ છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ તૂટી પડવા મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે સવાલ કર્યો હતો કે શું વડાપ્રધાન આ માટે માફી માંગશે?

તૂટી પડી હતી શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા 
વાસ્તવમાં, 26 ઓગસ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થઈ હતી, ત્યારબાદ રાજ્યમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાજગી વધી ગઈ હતી. કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું તો શિવસેના (યુબીટી) એ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું.

મે

તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાલઘરમાં એક સભા દરમિયાન શિવાજીની પ્રતિમા તૂટી પડવા મામલે નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે ભાજપે મને 2013માં વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવ્યો ત્યારે મેં સૌથી પહેલા રાયગઢ કિલ્લામાં જઈને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે બેસીને પ્રાર્થના કરી અને રાષ્ટ્ર સેવાની નવી યાત્રા શરૂ કરી. તેમણે કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજ મારા માટે માત્ર એક નામ નથી. અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, હું માથું નમાવીને મારા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં માથું મૂકીને માફી માંગું છું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને આપણે વિકસિત મહારાષ્ટ્ર-વિકસિત ભારતના સંકલ્પ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે પાલઘરમાં વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસને આ દિશામાં એક ઐતિહાસિક પ્રયાસ તરીકે યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘પાકિસ્તાન સાથે હવે કોઈ ચર્ચા નહીં’, SCO સમિટ માટે PMના આમંત્રણને લઈને બોલ્યા વિદેશ મંત્રી

તેમણે આગળ કહ્યું, “આપણાં સંસ્કારો અલગ છે. આપણે એવા લોકો નથી જેઓ દરરોજ ભારત માતાના મહાન સપૂત, આ ધરતીના લાલ વીર સાવરકર અંગે ખરાબ બોલ્યા કરે છે. અપમાનિત કરતાં રહે છે. દેશભક્તોની ભાવનાઓ કચડતા રહે છે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું, “વીર સાવરકરને અપમાનિત કર્યા પછી પણ તેઓ માફી માંગવા તૈયાર નથી. તેમને પશ્ચાતાપ નથી થઈ રહ્યો. મહારાષ્ટ્રના લોકો હવે તેમના સંસ્કારો જાણી ચૂક્યા છે.”