December 18, 2024

PM મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે, દ્વિપક્ષીય મુદ્દાઓ પર થશે વાતચીત

PM - NEWSCAPITAL

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં આગામી 25 વર્ષના સંબંધોને લઈને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે. બંને નેતાઓ સંરક્ષણ-સુરક્ષા ક્ષેત્ર, વેપાર, પર્યાવરણીય પરિવર્તન, સ્વચ્છ ઉર્જા તેમજ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના આદાનપ્રદાનમાં સહયોગ વધારવા પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે.

આ પ્રવાસ જયપુરથી શરૂ થશે

મેક્રોન આજે ગુલાબી શહેર જયપુરથી તેમના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે. આમેર કિલ્લા, હવા મહેલ અને જંતર મંતરની મુલાકાતની સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભવ્ય રોડ શો પણ કરશે. મેક્રોન 26 જાન્યુઆરીએ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ નિહાળશે. પ્રથમ વખત ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.

મેક્રોન રામબાગ પેલેસમાં રહેશે

આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં છ કલાકના રોકાણ દરમિયાન, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન રોડ શો પછી વૈભવી હોટેલ તાજ રામબાગ પેલેસમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિના તમામ પાસાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. PM - NEWSCAPITALબંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે

ફ્રાન્સના પક્ષ અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોનની આ મહત્વાકાંક્ષી મુલાકાત ફ્રાન્સ અને ભારતની 25 વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીને આગામી 25 વર્ષ માટે વધુ મજબૂત કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ભારત સાથે સંરક્ષણ સોદાઓને અંતિમ સ્વરૂપ આપશે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-એમ (મરીન વર્ઝન) યુદ્ધ વિમાન અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે. બંને વરિષ્ઠ નેતાઓ આ સંરક્ષણ સોદાઓને પણ અંતિમ સ્વરૂપ આપશે.

દ્વિપક્ષીય રોકાણને પ્રોત્સાહન મળશે

રાષ્ટ્રપતિ મેક્રોનના પ્રતિનિધિમંડળમાં તેમના કેટલાક કેબિનેટ મંત્રીઓ, સ્ટેફન સેઝર (યુરોપ અને વિદેશી બાબતો), સેબેસ્ટિયન લેકાર્ને (સશસ્ત્ર દળો) અને રશીદા દાતી (સંસ્કૃતિ), તેમજ બિઝનેસ ટીમનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન વેપાર કરારોની સાથે દ્વિપક્ષીય રોકાણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતના મેક ઇન ઇન્ડિયાની તર્જ પર, ફ્રાન્સ પણ ‘મેક ઇટ આઇકોનિક’ બ્રાન્ડિંગ અભિયાન ચલાવી રહ્યું છે.

આા પણ વાંચો : 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે, PM મોદી યુવા મતદારો સાથે વાત કરશે

પીએમ મોદી સ્વાગત કરશે

PMOના નિવેદન અનુસાર, PM મોદી આજે લગભગ 5.30 વાગ્યે મેક્રોનનું સ્વાગત કરશે. બંને નેતાઓ એકસાથે જયપુરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. આ અંતર્ગત તેઓ એકસાથે જંતર-મંતર, હવા મહેલ અને આલ્બર્ટ હોલ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.

સાંજે દિલ્હી જવા રવાના થશે

મેક્રોન બપોરે 2.30 કલાકે જયપુર એરપોર્ટ પર ઉતરશે. તેઓ રાત્રે લગભગ 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે. આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સની 95 સભ્યોની પાયદળ ટુકડી અને 33 સભ્યોનું બેન્ડ પણ પરેડ કરશે. આ ટીમમાં છ ભારતીયો પણ છે. મેક્રોન શુક્રવારે સાંજે 7.10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.