April 30, 2024

PM મોદી અને અમિત શાહની પણ તપાસ થવી જોઈએ: જયરામ રમેશ

Jairam Ramesh On Rahul Gandhi Helicopter Checking: લોકસભા ચૂંટણી 2024ના પ્રચારમાં લાગેલા નેતાઓ રેલીઓ કરી રહ્યા છે. સ્ટાર પ્રચારકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરમાં નીકળ્યા હતા પરંતુ ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે તમિલનાડુના નીલગિરિસમાં તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. આ મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

સોમવારે (15 એપ્રિલ) એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું, ‘અમને કોઈ સમસ્યા નથી પરંતુ ચૂંટણી પંચે પીએમ અને ગૃહમંત્રીના હેલિકોપ્ટરની પણ તપાસ કરવી જોઈએ.’ આ સિવાય તેમણે કોંગ્રેસ પાર્ટીના થીમ સોંગ અને 21 નિવૃત્ત જજો દ્વારા CJI DY ચંદ્રચુડને લખેલા પત્ર પર પણ પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસના પ્રચાર ગીત પર જયરામ રમેશે શું કહ્યું?
હકિકતે, રાહુલ ગાંધીના પ્રચાર ગીત પર કોંગ્રેસને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જયરામ રમેશે કહ્યું કે વીડિયોના ફૂટેજ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાના છે, તેથી તેમાં રાહુલ ગાંધીની વધુ તસવીરો છે.

નિવૃત્ત જજોના પત્ર પર કોંગ્રેસે શું કહ્યું?
આ મામલે કોંગ્રેસના રાજ્યસભા સાંસદે કહ્યું, ‘21 નિવૃત્ત ન્યાયાધીશો દ્વારા લખાયેલ આ પત્ર એ વાતનું બીજું ઉદાહરણ છે કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કેવી રીતે સુપ્રીમ કોર્ટને ધમકી આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મણિપુરની પરિસ્થિતિ પર આકરી ટિપ્પણી કરી, બાદમાં ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા. નિષ્પક્ષ ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો આ પ્રયાસ છે. મોદી સરકારે આ કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટને ધમકી કોંગ્રેસ તરફથી નહીં પરંતુ પીએમ અને ગૃહમંત્રી તરફથી છે.