January 19, 2025

સંસદ પર હુમલાની પ્લાનિંગનો થશે પર્દાફાશ, ગુજરાતમાં થયા નાર્કો ટેસ્ટ

અમદાવાદ :  થોડા દિવસો પહેલાં સંસદ ભવન પર સુરક્ષા ચુકને મામલો સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાના ગૃહની અંદર  બે માણસો અચાનક ગેલેરીમાંથી નીચે કૂદી તેમના જૂતામાંથી સ્મોક એટેક કર્યો હતો. જેના કારણે આખા ગૃહમાં ધુમાડો ફેલાય ગયો હતો. આ સ્મોક એટેકમાં માત્ર સંસદની અંદર જ નહીં પરંતુ બહાર પણ બે લોકો હાજર હતા, જેમાંથી એક મહિલા હતી. સરકાર દ્વારા આ મામલાને લઇને ગંભીરતા દર્શાવી છે જેને પગલે આ મુદ્દે સતત કાર્યવાહી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન બે યુવકોએ લોકસભામાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો હતો. પોલીસને શંકા છે કે આ ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ મામલે પોલીસ દ્વારા ગુજરાતમાં 5 આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવમાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં નાર્કો ટેસ્ટ
કોર્ટના આદેશ મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચી છે. દેશના સૌથી મહત્વપૂર્ણ ફોરેન્સિક લેબમાં મનોરંજન ડી અને સાગર શર્માનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે શુક્રવાર સુધીમાં તમામ ટેસ્ટ પુરા થઈ જશે. પકડાયેલા પાંચેય આરોપીઓનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં સાગર અને મનોરંજનને પણ નાર્કો-એનાલિસિસ અને બ્રેઈન મેપિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

શું મનોરંજન મુખ્ય છે?
સંસદના મામલે કડક પૂછપરછ હાથ ધરાઇ છે, પૂછપરછ દરમિયાન લલિતે મોટો ખુલાસો કર્યો હતો કે અસલી માસ્ટરમાઇન્ડ મનોરંજન છે. મનોરંજન ફંડિંગ માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. તેમનો ઉદ્દેશ્ય એક મોટું સંગઠન બનાવવાનો હતો. આ ઉપરાંત સાગર શર્માને યુવાઓનું બ્રેઈન વોશિંગ અને ભરતીની જવાબદારી સોંપવામાં આવી હતી આજ કારણસર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ મનોરંજન અને સાગર શર્માના બ્રેઈન મેપિંગ અને નાર્કો પાસેથી સત્ય જાણવા માંગે છે. અગાઉ પણ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તમામ આરોપીઓના સાયકો એનાલિસિસ ટેસ્ટ પણ કર્યા હતા.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે દોષિતોને છોડવાનો આદેશ રદ કર્યો, કહ્યું- ગુજરાતને નિર્ણય લેવાનો અધિકાર નથી

પૂછપરછ દરમિયાન પ્લાનિંગનો ખુલાસો થયો
આરોપી લલિતે ખુલાસો કર્યો છે કે આ ઘટનાને કારણે તે બધા પર UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ) લાદવામાં આવશે તેની તેને કલ્પના નહોતી. તેમને લાગ્યું કે જામીન પર બહાર આવ્યા બાદ અમે જલ્દી જ જાહેર વ્યક્તિ બની જઈશું. પોલીસ હવે સાચું જાણવા માંગે છે કે શું આ સમગ્ર ઘટના દેશ વિરોધી તાકાતને કારણે અંજામ આપવામાં આવી છે કે પછી તેની પાછળ વિદેશી લોકો અને તેમનું ફંડિંગ છે. બીજી બાજુ તે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત મુદ્દો છે કે કેમ તેનું અનુમાન લગાવી રહ્યાં છે.