January 23, 2025

ચીનને ચેક-મેટ કરવાની યોજના તૈયાર! ભારતનું બ્રહ્મોસ ફિલિપાઈન્સની ધરતી પર ઉતરશે

India BrahMos Missile: ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ માટે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત ભારતની બ્રહ્મોસ મિસાઈલ શુક્રવારે (19 એપ્રિલ 2024) સવારે ફિલિપાઈન્સની ધરતી પર ઉતરશે. બ્રહ્મોસ એ ભારતની અત્યાર સુધીની અન્ય કોઈપણ દેશમાં સૌથી મોટી સંરક્ષણ નિકાસ છે. આ બ્રહ્મોસ મિસાઈલો ફિલિપાઈન્સના મનિલામાં ઉતરશે.

આ પણ વાંચો: રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયાનું નિવેદન – ભાજપમાં જવાની વાત નથી

બ્રહ્મોસ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચશે
ભારતમાં પણ પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે શરૂ થશે. બીજી બાજુ ડિફેન્સ એક્સપોર્ટ હેઠળ, પ્રથમ બ્રહ્મોસ મિસાઈલને ગુરુવારે (18 એપ્રિલ) રાત્રે ભારતીય વાયુસેનાના C-17 વિમાન દ્વારા ફિલિપાઈન્સમાં લઈ જવામાં આવશે, જે બીજા દિવસે સવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચશે.

ભારત ચીન સામે પોતાની તાકાત વધારી રહ્યું છે
ફિલિપાઈન્સના માધ્યમથી ચીનનો સામનો કરવા ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલો ફિલિપાઈન મરીન કોર્પ્સની કોસ્ટલ ડિફેન્સ રેજિમેન્ટ માટે બનાવવામાં આવી છે, જે પશ્ચિમ ફિલિપાઈન સમુદ્રમાં તેમની સંરક્ષણ ક્ષમતા વધારશે. આ વિસ્તાર ચીન સાથે ચાલી રહેલા દરિયાઈ વિવાદનો વિસ્તાર છે.

વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયાની NPO મશિનોસ્ટ્રોયેનિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. શરૂઆતમાં તેની રેન્જ 290 કિમી સુધી મર્યાદિત હતી, જે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમ (MTCR)માં જોડાયા બાદ વધારી દેવામાં આવી હતી. બ્રહ્મોસના 85 ટકા ભાગ ભારતમાં બને છે.

સંરક્ષણ સોદો 375 મિલિયન ડોલરનો હતો
જાન્યુઆરી 2022માં ફિલિપાઇન્સ સાથે $375 મિલિયનમાં એક ડીલ કરવામાં આવી હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 21,083 કરોડ (લગભગ US $2.63 બિલિયન) પર પહોંચી ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 32.5 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2013-14ના આંકડાઓની સરખામણીએ ભારતની સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે.