December 16, 2024

દુનિયાની એવી જગ્યાઓ જ્યાં મરવાની પરવાનગી નથી

Travel: મોટા ભાગના લોકોને ફરવાનો શોખ હોય છે. તેમાં પણ એવી વિદેશ ફરવાનો ક્રેશ કંઈક અલગ જ હોય છે. આપણા આ દુનિયામાં એવી ઘણી અજીબ અજીબ જગ્યાઓ આવેલી છે. જ્યાં લોકોને મરવાની કે બિમાર થવાની મનાઈ છે. આ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ વાત સાચી છે. આ તમામ જગ્યાઓ કોઈ રહસ્યથી ઓછી નથી.

સેલિયા, ઈટલી
એક સમયે ઈટલીનું આ નાનું શહેર સેલિયા ઘણા બધા લોકોનું ઘર હતું. હાલના સમયમાં સેલિયાની વસ્તી 500 લોકોની આસપાસ છે, પરંતુ જ્યારે આ શહેરની વસ્તી ઓછી થતી જતી હતી. એ સમયે શહેરના મેયરે નિર્ણય લીધો કે આ શહેરમાં બિમાર થવા અને મરવાની મનાઈ છે. આ જાહેરાતથી મેયર શહેરમાં હેલ્થની જાગૃતતા ફેલાવવ માંગતા હતા. એ સમયે શહેરમાં બિમાર થતા લોકો પાસેથી 10 યૂરોનો દંડ લેવાતો

કગનોક્સ, ફ્રાંસ
ફ્રાંસના એક શહેરની વાર્તા ખુબ જ હેરાન કરવા વાળી છે. વાત વર્ષ 2007ની છે. જ્યારે આ જગ્યાના મેયરે શહેરના કબ્રસ્તાન બનાવવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તેમને એ પ્રોજેક્ટને લઈને લીલી ઝંડી ના મળી. એ બાદથી મેયરે શહેરમાં લોકોને મરવા પર પ્રતિબંધ લગાવી દીધો.

ઈટ્સુકુશિમા, જાપાન
આ જાપાનનું સૌથી પવિત્ર દ્વીપ છે. આ દ્વીપ પર રહેવાવાળા લોકો શિંટોબાદને માને છે. આ લોક દ્વીપની પવિત્રતાને લઈને ગંભીર છે. આ દ્વીપ પર જન્મ દેવાની કે મૃત્યુની મંજૂરી નથી. આ નિયમ વર્ષ 1878થી લાગુ કરવામાં આવ્યા છે. આજે પણ અહીંના લોકો નિયમને ગંભીરતાથી લે છે.