CSKમાંથી આ 5 ખેલાડીઓને બહાર કરવામાં આવશે?

CSK: આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈની ટીમનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. CSK પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. CSK આગામી સિઝન પહેલા તેના 5 ખેલાડીઓને છોડી શકે છે.

આ પણ વાંચો: IPL 2025માં રોબોટ કૂતરાનું નામ ‘ચંપક’ રાખવા બદલ BCCIને હાઈકોર્ટની નોટિસ

આ 5 ખેલાડીઓ પર તલવાર લટકી
CSKનું આ વર્ષ ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. હવે ખરાબ પ્રદર્શનને કારણે 5 ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ખેલાડીઓએ CSK પાસેથી મોટા પ્રમાણમાં પૈસા લીધા હતા. તેના બદલામાં તે સારું પ્રદર્શન કરી શક્યા ના હતા. આ ખેલાડીઓમાં આર અશ્વિન, રચિન રવિન્દ્ર અને વિજય શંકર રાહુલ ત્રિપાઠી, દીપક હુડાનો નામનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીએ કરોડો રુપિયા ખર્ચા કર્યા હતા.