January 27, 2025

પાયલોટ ફ્લાઈટને જયપુરમાં છોડીને ભાગી ગયો, 9 કલાક મુસાફરો થયા હેરાન

Air India Flight: પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં એવું બન્યું કે ઈલટ પોતાનો ડ્યૂટી ટાઈમ પૂરો થવાને કારણે જયપુરમાં જ ફ્લાઈટમાંથી નીકળી ગયો હતો. તેણે કહ્યું કે મારી ફરજના કલાકો પૂરા થઈ ગયા છે. આ . ફ્લાઇટમાં સવાર મુસાફરો 9 કલાક સુધી હેરાન થયા હતા. આ પછી મુસાફરોને રોડ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ફરી વધારો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

પેરિસની ફ્લાઈટ જયપુરમાં ફસાઈ ગઈ
એર ઈન્ડિયાની AI-2022 ફ્લાઈટ રાત્રે 10 વાગ્યે પેરિસથી દિલ્હી માટે નિકળી હતી. ફ્લાઇટનો નિર્ધારિત સમય સવારે 10:35 વાગ્યાનો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણએ દિલ્હીમાં ઉતરી શક્યું ન હતું. આ પછી પાયલટે આ પ્લેન જયપુરમાં લેન્ડ કરાવ્યું હતું. ક્લિયરન્સ આવવામાં વિલંબ થતા પાઇલટની ફરજનો સમય પૂરો થઈ ગયો હોવાના કારણે તેને ફ્લાઈટ છોડી દીધી હતી. આ પછી મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.