Pilibhit Encounter: આતંકીઓએ હોટેલમાં જતા પહેલા આ વસ્તુની કરી હતી ખરીદી, 60 દુકાનોના સીસીટીવી કરાયા ચેક
Pilibhit Encounter: યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીનો ખાતમો કરી દેવામાં આવ્યો હતો. આ આરોપીઓ ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના આરોપી હતા. આ મામલે નવી માહિતી સામે આવી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે જાણકારી લેવામાં આવી હતી. જેમાં ટીમે સ્ટોર ઓપરેટરની પૂછપરછ કરી હતી. આતંકીઓએ હોટલમાં જતા પહેલા આ વસ્તુ સ્ટોરમાંથી ખરીદી હતી.
આ પણ વાંચો: આમળાના આટલા છે જોરદાર ફાયદા, આજથી કરો ખાવાના શરૂ
સીસીટીવી કેમેરાની કરાઈ તપાસ
પીલીભીતના પુરનપુરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં પોલીસ હાલ મેડિકલ સ્ટોરના સંચાલકની પૂછપરછ કરી રહી છે. કારણ કે આ આતંકવાદીઓએ મેડિકલ સ્ટોરમાંથી કેપ્સ્યુલ્સ લીધી હતી. સીસીટીવી કેમેરાનાની પણ તપાસ કરવામાં કરાઈ. આ પહેલા એક ઢાબા પર ખાધું હતું. પોલીસ અન્ય ઘણા સ્થાનિક શંકાસ્પદોની તપાસ કરી હતી. 60 દુકાનોના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.