January 15, 2025

યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું, પતંગ ઉપર લખ્યું જય અંબે

Kite Festival in Gujarat: યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું છે. દર વર્ષે રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે. ખેડબ્રહ્માના ભક્તો પંતગો લઈને આવે છે. પતંગ ઉપર જય અંબે લખવામાં આવે છે.

આ પણ વાંચો: અમિત શાહે કરી અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી, ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

પતંગ ઉપર જય અંબે
ખેડબ્રહ્માના ભક્તો દ્વારા ઉતરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને દર વર્ષે રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે. છેલ્લા કેટલા વર્ષોથી ઉતરાયણના એક દિવસ અગાઉ ખેડબ્રહ્માના નાના અંબાજીના ભક્તો અલગ અલગ પ્રકારની પતંગો લઈને અંબાજી મંદિરમાં આવે છે. પતંગનો શણગાર કરે છે. તેમજ પતંગ ઉપર જય અંબે લખેલું પણ જોવા મળી રહ્યું છે. ચેતન પંચાલ અને તેમની ટીમ છેલ્લા કેટલાય વર્ષોથી જયઅંબે લખેલી પતંગો લઈને આવે છે. માતાજીનો શણગાર કરે છે જેનો કોઈ પણ ચાર્જ લેતા નથી. તે લોકો અંબાજી મંદિર ખાતે નિસ્વાર્થ ભાવે દર વર્ષે સેવા આપે છે.