WhatsAppમાં આવી રહ્યું છે જોરદાર ફીચર, નહીં કરી શકો આ કામ

WhatsApp તેના લાખો વપરાશકર્તાઓ માટે છેલ્લા 1 વર્ષથી અલગ અલગ પ્રકારના અપડેટ લાવી રહ્યું છે. જેમાં યુઝર્સને નવા નવા ફીચર મળી રહે છે. ફરી એક વાર WhatsApp તેના વપરાશકર્તાઓની સુરક્ષા માટે વિવિધ ગોપનીયતા સુવિધાઓ લાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીનું સૌથી જોરદાર ફીચર આવવાનું છે. આવો જાણીએ.

આ પણ વાંચો: IPL 2025માં આ 3 ટીમો માટે વાગી ગઈ ખતરાની ઘંટડી વાગી, સતત મેચમાં મળી રહી છે હાર

કરોડો વપરાશકર્તાઓનું મોટું ટેન્શન સમાપ્ત થશે
થોડા સમય પછી એક નવું ફીચર એડ થશે. જેમાં વપરાશકર્તાઓને બમણી ગોપનીયતા મળી રહેશે. મોટા ભાગના લોકો ફોટા કે વીડિયોને શેર કરે છે. જે તમારા માટે ઉપયોગી પણ હશે. ત્યારે ઘણી વખત તમને સવાલ થતો હશે કે તમારા આ ડેટાનો કોઈ દુરુપયોગ કરી લેશે તો. તો હવે તમારી આ ચિંતાનો અંત આવવાનો છે. આવનારા ફીચરમાં કોઈ તમને ફોટા મોકલશે તો તેની ઈચ્છા હશે તો જ તમે તેને સેવ કરી શક્શો બાકી તમે તેને ખાલી જોઈ જ શક્શો. જેના પછી મોકલવામાં આવેલા ફોટા કે વીડિયો ઓટોમેટિક સેવ થશે નહીં. જો તમે કોઈને ફોટો કે વિડિયો મોકલી રહ્યા છો, તો તમારી પાસે નિયંત્રણ હશે કે તે ફોનમાં ઓટોમેટિક સેવ થવો જોઈએ કે નહીં. આ માટે, કંપની મોકલનારને ઓટો સેવ વિકલ્પ બંધ કરવાની સુવિધા આપશે. આગામી નવા અપડેટ્સ સાથે તેને રોલઆઉટ કરી શકે છે.