December 31, 2024

BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ થયા વાયરલ

BZ Group Scam: BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ વાયરલ થયો છે. અભિનંદન સાથે લાખોના રોકાણ કરાવનાર એજન્ટોના ચહેરા સામે આવ્યા છે. CID ક્રાઈમ એજન્ટોની પણ પૂછતાછ કરશે.

આ પણ વાંચો: થર્ટી ફર્સ્ટ પૂર્વે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ

BZ મામલે થયો મોટો ખુલાસો
BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ વાયરલ થયો છે. અભિનંદન સાથે લાખોના રોકાણ કરાવનાર એજન્ટો દેખાયા છે. CID ક્રાઈમ એજન્ટોની પૂછતાછ કરવામાં આવશે. આ ફોટોમાં દેખાતા કેટલાય એજન્ટો મેળવી ચૂક્યા છે લાખોનું કમિશન. મહિને રૂપિયા ત્રણ હજાર થી ત્રણ લાખનું કમિશન આપવામાં આવતું હતું. એજન્ટો માટે પણ વિવિધ પ્રકારની સ્કીમ બનાવી હતી.