January 19, 2025

રામાયણના સેટ પરથી રણબીર અને સાઈ પલ્લવીની ફોટો થઈ વાયરલ

અમદાવાદ: નિતેશ તિવારીની રામયણના સેટ પરથી થોડા દિવસ પહેલા રાજા દશરથનો રોલ પ્લે કરવા કરનાર એક્ટર અરૂણ ગોવિંલની ફોટો વાયરલ થઈ હતી. જેને ફેન્સે ખુબ જ પસંદ કરી હતી. જે બાદ આજે ફરી સેટ પરથી કેટલીક ફોટો વાયરલ થઈ છે. જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની રામ-સીતાના લૂકની પહેલી ઝલક જોવા મળી છે. આ ફોટોઝ પણ ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે. જે બાદ લોકો હવે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વાયરલ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. મહત્વનું છે કે, આ ફોટો એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યા છે.

જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેમાં રણબીર કપૂર રામાયણ પાર્ટ વનમાં રામના લૂકમાં એકદમ પર્ફેક્ટ લાગી રહ્યા છે. જ્યારે સાઈ પલ્લવી પણ માતા સીતાના લૂકમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

મહત્વનું છે કે અરૂણ ગોવિંલ કે જેઓ રામાયણમાં દશરથનો રોલ પ્લે કરી રહ્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરની રામની ભૂમિકાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં એક પ્રાઈવેટ ચેનલને ઈન્ટવ્યૂમાં અરૂણે કહ્યું કે, રણવીર એક સારા એક્ટર છે. તેઓ એવોર્ડ વિનિગ એક્ટિંગ કરે છે. હું જેટલો પણ તેમને ઓળખું છું. એ પ્રમાણે કહી શકું કે તેઓ ખુબ મહેનતી છે. ખુબ જ સંસ્કારી છે. તેમની અંદર રહેલી સંસ્કાર અને સંસ્કૃતિને મે અનેક વખત જોઈ છે.

નોંધનીય છે કે, અરૂણ ગોવિંલે દુરદર્શનની રામાયણમાં ભગવાન રામનો રોલ પ્લે કર્યો હતો. લોકો આજે પણ તેમને રામના રૂપમાં જ જૂએ છે.

આ પણ વાંચો: ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે સુરત પોલીસની તવાઈ, એકની ધરપકડ

નિર્દેશક તિવારી ગુસ્સે થઈ ગયા
એપ્રિલની શરૂઆતમાં ‘રામાયણ’ના સેટ પરથી અભિનેતા અરુણ ગોવિલ અને અભિનેત્રી લારા દત્તાની તસવીરો લીક થઈ હતી. અરુણ રાજા દશરથના લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે લારા દત્તા રાણી કૈકેયીના અવતારમાં હતી. લીક થયેલી તસવીરોમાં અભિનેત્રી શીબા ચઢ્ઢાની ઝલક પણ જોવા મળી હતી. આ બાદડિરેક્ટર નીતિશ તિવારી લીક થયેલી તસવીરોથી નારાજ થયા હતા. તેમણે ફિલ્મના સેટ પર નો ફોન પોલિસી લાગુ કરી છે, પરંતુ હવે આ પોલિસી તોડતા ફરી એકવાર સેટ પરથી ફોટા લીક થયા છે.

રિપોર્ટ્સ અનુસાર ડિરેક્ટર નિતેશ તિવારી ફિલ્મ ‘રામાયણ’ને ત્રણ ભાગમાં બનાવવા જઈ રહ્યા છે. જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. KGF સ્ટાર યશ તેમાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં બોબી દેઓલ, સની દેઓલ, વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ પણ જોવા મળી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેનું બજેટ 600 કરોડ રૂપિયા છે. જો કે હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી.