December 19, 2024

iPhone જેવો ફોન 330ની EMI પર લાવો, ઓફર ઉપલબ્ધ

Technology News: એમેઝોન પર હાલ સેલ ચાલી રહ્યો છે. જેમાં દરેક ગેજેટમાં શાનદાર ઓફર્સ મળી રહી છે. તેમાં પણ Tecnoના બજેટ ફોનમાં જોરદાર ઓફર્સ મળી રહી છે. આ ફોન આઇફોનના ડાયનેમિક આઇલેન્ડ ફીચર સાથે તમને મળશે. આ ફોનને તમે રુપિયા 330ની શરૂઆતની EMI સાથે ઘરે લાવી શકો છો. તમને પહેલી વાર વાંચતાની સાથે નવું લાગશે, પરંતુ આ વાત સત્ય છે.

મજબૂત ઓફર્સ ઉપલબ્ધ
એમેઝોન પર હાલ ગ્રેટ સમર સેલ ચાલી રહ્યો છે. જેમાં મોટા ભાગની તમામ ફોનની કંપનીમાં ઓફર્સ જોવા મળી રહી છે. આ સેલ 2 મેથી 7 મે 2024 સુધી ચાલવાનો છે. આ સેલનો ફાયદો એ છે કે જે સ્માર્ટફોનની ખરીદી કરવા માંગે છે તેના માટે ખાસ ઓફર છે. આ સેલમાં તમને પિયા 330ના EMIમાં iPhone જેવા ડાયનેમિક આઇલેન્ડ ફીચર સાથેનો ફોન ઘરે લાવવાની તક છે. ફોનમાં તમને 5000mAh બેટરી મળી રહેશે. આ સાથે તમને પ્રોસેસર પર ઓક્ટાકોર મળી રહેશે. આ સાથે આ ફોનમાં તમને મજબૂત ફીચર્સ મળી રહેશે.

મજબૂત ઓફર
Techno Mobilesનો Tecno Pop 8 આ સ્માર્ટફોનની કિંમત 7,799 રૂપિયા છે. જોકે હાલમાં જે સમર સેલ ચાલી રહ્યો છે તેમાં આ ફોન 6,799 રૂપિયાની કિંમતે તમને મળી રહેશે. ફોનની કિંમતમાં હાલ 1000 રુપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય તમને ફોનની ખરીદી પર નો-કોસ્ટ EMIનો લાભ પણ મળી રહેશે. આ ફોન તમે રુપિયા 330ની પ્રારંભિક EMI સાથે ઘરે લાવી શકો છો.

આ ફોનની વિશેષતાઓ
Tecno Pop 8 ની વિશેષતાઓની વાત કરવામાં આવે તો તમને આ ફોનમાં 6.56 ઇંચની HD+ ડિસ્પ્લે છે. ફોનના ડિસ્પ્લેમાં ડાયનેમિક આઇલેન્ડ ફીચર તમને મળશે. 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સેગમેન્ટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર સાથે લોન્ચ થનારો આ પહેલો ફોન છે. ડીટીએસ ટેક્નોલોજી આપવામાં આવી છે. સુરક્ષા માટે આ ફોનમાં અલ્ટ્રા એજ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શનમાં થયો 50 ટકા જેટલો ઘટાડો

આ ફીચર પણ મળશે
Tecno Pop 8 માં Unisoc T606 ઓક્ટાકોર પ્રોસેસર તમને મળશે. આ ફોનમાં તમને 4GB રેમ મળી રહશે. આ ફોનમાં તમને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળી રહેશે. 5,000mAh બેટરી મળી રહેશે. Type C ચાર્જિંગ હશે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા તમને મળી રહેશે. 2MPનો મુખ્ય અને સેકન્ડરી કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MP કેમેરા મળી રહેશે.