December 5, 2024

તહેવારો અને વ્રતમાં ઘરે જ બનાવો ફરાળી ચટણી

Mungfali Chutney: મગફળીની ચટણી તો તમે બહું ખાધી હશે, પરંતુ શું તમે મગફળીની ફરાળી ચટણી ખાધી છે? આ ફરાળી ચટણીને તમે શિવરાત્રી, નવરાત્રી અને ખાસ વ્રતના સમયે બનાવીને ખાઈ શકો છો. આ રેસિપીની સૌથી મોટી ખાસિયત એ છેકે આ મગફળીની ચટણી ઉપવાસ સિવાય ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. તો ચલો આ સ્વાદિષ્ટ ફરાળી મગફળીની ચટણીને સરળતાથી અને બહું જ ઓછા સમયમાં ઘરે કેવી રીતે તૈયાર કરાય છે.

સામગ્રી
– મગફળીના દાણા
– કોથમીર
– લીલા મરચા
– સેંધવ મીઠું
– લીબુંનો રસ

રીત
મિક્સર ગ્રાઈન્ડરના જારમાં મગફળીના દાણા, કોથમીર, લીલા મર્ચા, સ્વાદ અનુસાર સેંધવ મીઠું અને પાણી નાખીને આ સામગ્રીને સારી રીતે મિક્ષ કરી લો. તેને પીસીને એક ગાઢ પેસ્ટ તૈયાર કરો.મિક્સરમાં પીસેલી મગફળી અને અન્ય વસ્તુથી તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં ખાલી કરે અને તેમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તમારી ફરાળી મગફળની ચટણી તૈયાર છે. તેને બારીક સમારેલા લીલા ધાણાથી ગાર્નિસ કરો. આ રસિપીમાં ઉપયોગમાં લેવાયેલ મગફળી, સેંધવ મીઠું, મરચા અને લીલા ધાણા આ બધી વસ્તુને ફરાળી ગણવામાં આવે છે. જેને તમે વ્રત દરમિયાન ખાઈ શકો છો.