September 19, 2024

એલોન મસ્ક અને ટેસ્લાને મોટી રાહત, અબજોની છેતરપિંડીનો આક્ષેપ કરતી અરજી ફગાવાઈ

Elon Musk-Tesla Case: દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કને મોટી રાહત મળી છે. તેમણે અને તેમની ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લાએ એક મોટો કેસ જીતી લીધો છે. વાસ્તવમાં, તેમના પર ક્રિપ્ટોકરન્સી ડોજકોઈનને પ્રમોટ કરવાનો અને ઈન્સાઈડર ટ્રેડિંગ કરીને રોકાણકારોને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જાણો શું છે કેસ?
ઉલ્લેખનીય છે કે, ટેસ્લાના માલિક એલોન મસ્ક ઉપર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ તેમની ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના શેરધારકોએ લગાવ્યો હતો. શેરધારકોએ મસ્ક સામે પણ કેસ દાખલ કર્યો હતો. જણાવી દઈએ કે, ઇનસાઇડર ટ્રેડિંગનો અર્થ છે બિન-જાહેર માહિતીનો ઉપયોગ કરીને અયોગ્ય નફો કરવો.

કોર્ટે આપી મોટી રાહત
જોકે, કોર્ટ દ્વારા હવે આ અરજીને લઈને કરવામાં આવેલ કેસ ફગાવી દેવામાં આવ્યો છે. મેનહટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એલ્વિન હેલરસ્ટીને ગુરુવારે રાત્રે પોતાનો ચુકાદો જાહેર કરતાં એલોન મસ્ક અને ટેસ્લાને મોટી રાહત આપી છે.

આ લાગ્યો હતો આરોપ
ટેસ્લાના શેરધારકોએ આરોપ લગાવ્યો હતો કે એલોન મસ્કે ટેસ્લામાં પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. તેમણે ટ્વિટર, ન્યૂઝ ચેનલો અને જાહેર સ્ટંટ કરીને અયોગ્ય નફો કર્યો હતો. વધુમાં, તેમણે ટેસ્લા પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું હતું. રોકાણકારોએ જણાવ્યું હતું કે તેઓએ આ બધી છળકીઓ કરીને ઘણા ડોજકોઈન વોલેટ્સ દ્વારા નફો કર્યો હતો.