June 27, 2024

UPIથી પેમેન્ટ કરનારા લોકોને મળી શકે છે ઝટકો, આપવો પડી શકે છે એક્સ્ટ્રા ચાર્જ!

UPI Credit Card: આજકાલ મોટાભાગના લોકો UPIથી પેમેન્ટ કરે છે. જો તમે રણ આવું કરો છો તો આ સમાચાર સાંભળીને તમને નાનો એવો ધક્કો જરૂરથી લાગી શકે છે. કારણ કે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં યૂપીઆઇ પેમેન્ટ ચાર્જ લગાવવાની વાત જણાવવામાં આવી છે. આજે અમે તમને તેના વિશે જાણકારી આપવાના છીએ.

કોને આપવાનો રહેશે ચાર્જ?
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યૂઝર્સને ચૂકવણી કરવી પડી શકે છે. જોકે હાલમાં તેને લઈ કોઈ ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ ઈકોનેમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં એક્સપર્ટે તેના વિશે જાણકારી આપી છે.

​Rupay ક્રેડિટ કાર્ડ
હવે મોટાભાગની બેંક આ નેટવર્કનો જ ઉપયોગ કરી રહી છે કારણ કે ​Rupay ભારતનું નેટવર્ક છે. જ્યારે વીઝા અને માસ્ટર કાર્ડનો ઉપયોગ પહેલા કરવામાં આવતો હતો. પરંતુ હવે મોટી બેંકો પણ આ નેટવર્કનું જ ક્રેડિટ આપી રહ્યા છે.

કેટલો હશે ચાર્જ-
જોકે તેના વિશે એક્સપર્ટે જાણકારી આપી નથી. પરંતુ MDR ચાર્જમાં જરૂરથી બદલાવ આવી શકે છે. હાલમાં 2 હજાર સુધીનું પેમેન્ટ કરવા પર કોઈ ચાર્જ આપવો હોતો નથી. પરંતુ હવે વધતા ટ્રાંજક્સેનની સંખ્યાને ધ્યાનમાં રાખતા તેના વિશે નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્યારથી લાગી શકે છે ચાર્જ?
જોકે તેને લઈ કોઈ ઓફિશિયલ જાણકારી તો આપવામાં આવી નથી. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે, ખુબ જ જલ્દી બદલાવ કરવામાં આવી શકે છે. જેના પછી ગૂગલ, ફોન પે, પેટીએમ અથવા કોઇ અન્ય પેમેન્ટ એફ પર ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરવા પર આ ચાર્જ આપવો પડી શકે છે.