‘પૂર્વના લોકો ચીન જેવા લાગે છે’, પિત્રોડાનું વિવાદાસ્પદ, ભાજપે કર્યા પ્રહારો
Pitroda’s Controversial: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ એક વખત આ પ્રકારનું નિવેદન આપ્યું હતું, જે બાદ રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. સામ પિત્રોડાએ કહ્યું, ભારતમાં પૂર્વના લોકો ચીન જેવા અને દક્ષિણના લોકો આફ્રિકા જેવા દેખાય છે. પિત્રોડાના આ નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. હકિકતે, The Statesmanને આપેલા એક ઇન્ટરવ્યુમાં, સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને સાથે રાખી શકીએ છીએ. અહીં પૂર્વના લોકો ચીન જેવા દેખાય છે, પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય છે, ઉત્તરના લોકો કદાચ ગોરા જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.
“Ram Mandir is against idea of India” – Sam Pitroda
Congress’s stand is still same… It will always the same… More than Owaisi, It’s Congress which is desperate to bring back Babri at that place.
Beware Hindus…… pic.twitter.com/akQjBWaym5
— Mr Sinha (@MrSinha_) May 8, 2024
ભાજપે સામ પિત્રોડાને ઘેરી લીધા
સેમ પિત્રોડાના નિવેદન પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, સામ પિત્રોડા ભારત માટે શું વિચારે છે તે વારંવાર સ્પષ્ટ થઈ રહ્યું છે. તે સ્પષ્ટ થયું કે તે નિષ્ફળ છે. તેઓ રાહુલ ગાંધીના સલાહકાર છે. હું હવે સમજી શકું છું કે રાહુલ ગાંધી શા માટે વાહિયાત વાતો કરે છે. આ હારની હતાશા છે. તેઓ ન તો ભારતને સમજે છે અને ન તો તેના વારસાને.
બીજી બાજુ , કંગના રનૌતે આ મામલે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું, કંગનાએ ટ્વીટ કરીને કહ્યું, સેમ પિત્રોડા રાહુલ ગાંધીના મેન્ટર છે. ભારત માટે તેમનું વિભાજનકારી અને જાતિવાદી નિવેદન સાંભળો. તેમની સમગ્ર વિચારધારા ભાગલા પાડો અને રાજ કરો પર આધારિત છે. ભારતીયોને ચાઈનીઝ અને આફ્રિકન કહેવું ઘૃણાજનક છે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ.
Sam Pitroda is Rahul Gandhi’s mentor. Listen to his racist & divisive jibes for Indians.
Their whole ideology is about divide & rule. It's sickening to call fellow Indians Chinese and African.
Shame on Congress! pic.twitter.com/WDSYAuFbht
— Kangana Ranaut (@KanganaTeam) May 8, 2024
‘જેમ જેમ ચૂંટણીઓ વધી રહી છે…’
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસને ઘેરી હતી. ત્રિવેદીએ કહ્યું કે, જેમ જેમ ચૂંટણીઓ આગળ વધી રહી છે તેમ તેમ કોંગ્રેસના ચહેરા પરથી માસ્ક ખરી રહ્યો છે. સામ પિત્રોડાએ ભારતની ઓળખને લઈને ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું છે. ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
પિત્રોડાના નિવદેનથી કોંગ્રેસે દૂરી બનાવી
કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતની વિવિધતા બતાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. કોંગ્રેસ સંપૂર્ણપણે તેમનાથી અલગ થઈ ગઈ છે.
सैम पित्रोदा की अस्वीकार्य उपमाओं पर मेरा बयान https://t.co/wr8zRSlNX9 pic.twitter.com/G0K7TY3CgQ
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024
વારસાગત કર પર નિવેદન આપ્યું
અગાઉ સેમ પિત્રોડાએ અમેરિકાના વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે. આમાં, વ્યક્તિના મૃત્યુ પછી, તેની માત્ર 45% સંપત્તિ તેના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે. બાકીનો 55 ટકા હિસ્સો સરકારને જાય છે. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. સામ પિત્રોડાએ રાહુલ ગાંધીના નિવેદન પર ટિપ્પણી કરી હતી જેમાં રાહુલે કહ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો કોની પાસે કેટલી મિલકત છે તે જાણવા માટે સર્વે કરવામાં આવશે.