January 20, 2025

ભારતના આ શહેરમાં મળે છે લોકોને સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ

Fastest internet Speed: ઈન્ટરનેટ વગર આજના સમયમાં કોઈને ચાલે જ નહીં. જો ઈન્ટરનેટ ના હોય તો ઘણા મહત્વના કામ અટકી જાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ છે? ચાલો તમને તેની વિગતવાર માહિતી આપીએ.

ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી
દુનિયાની સાથે આપણો દેશ પર આજે ઈન્ટરનેટ સેવામાં સતત આગળ વધી રહ્યો છે. આજ કારણ છે કે દેશ હવે ડિજિટલ થઈ ગયો છે. આજના સમયમાં તમામ કામ નેટ પર જતું રહ્યું છે. નેટ વગર કોઈ કામ થતું નથી. આજના સમયમાં ઈન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ થઈ જાય તો ઘણા કાર્યો બ્લોક થઈ જાઈ છે. ત્યારે તમને સવાલ થતો હશે કે લ ઈન્ટરનેટની બાબતમાં ભારતનો ક્રમ ક્યાં છે અને ભારતનું કયું શહેર સૌથી ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવે છે? આવો જાણીએ.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતનો ક્રમ
મોબાઈલ ઈન્ટરનેટના મામલે ભારત 12માં સ્થાન પર આવે છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ સ્પીડ 107.03 mbps થઈ ગઈ છે. સ્પીડના સંદર્ભમાં ભારતનો નંબર 85મો છે. ભારતમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ 63.99mbps નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી ઝડપી મોબાઈલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી ચેન્નાઈમાં મળે છે. અહીં રેકોર્ડ થયેલ મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ 51.07mbps છે. આ મામલે બેંગ્લોર બીજા સ્થાને અને હૈદરાબાદ ત્રીજા સ્થાને છે.

દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી
સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જર્સી દેશમાં છે. તમને જણાવી જર્સી ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે જોવા મળતો એક દ્વીપ છે. ત્યાં એટલી ઈન્ટરનેટની સ્પીડ છે કે તમારા આંખાના પલકારમાં તો કોઈ પણ મોટી ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.