December 29, 2024

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, અચાનક પેન્સિલ સેલ ફાટતાં બાળક થયો ઈજાગ્રસ્ત

Mahisagar: મહીસાગરની શાળામાં રમકડાં પેન્સિલ સેલ ફાટતા બાળક ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. શાળામાંથી અપાતી એજ્યુકેશન કીટમાંથી પેન્સિલ સેલ ફાટ્યો છે. લાલસરની ગાયત્રી સ્કૂલના વિદ્યાર્થી સાથે આ બનાવ બન્યો છે.

મળતી માહિતી અનુસાર મહીસાગરની શાળામાં પ્રોજેક્ટ માટે આપેલ કીટમાં પેન્સિલ સેલ ફાટતાં બાળક ઘાયલ થયો છે. આ વિદ્યાર્થી વીરપુર કોયડમનો રહેવાસી છે. શાળામાંથી અપાયેલી કીટમાં પેન્સિલ બેટરી ફાટી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધોરણ 2માં અભ્યાસ કરતા બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, હવે બાળકને પ્રોજેક્ટ માટે આવી સામગ્રી કેમ અપાઈ તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે. નાની ઉંમરના બાળકને આંખે ઇજા પહોંચતા બાળક હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: કૌભાંડી ભૂપેન્દ્રના ખુલાસા… રોકાણકારના પૈસા જમીન અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં રોક્યા