આજે PBKS vs RR વચ્ચે મુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 ની 18મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) પંજાબ કિંગ્સ (PBKS) આમને- સામને ટકરાશે. આ સિઝનમાં પંજાબની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પંજાબની ટીમે અત્યાર સુધીમાં 2 મેચ જીતી છે. જે બંને જીતી લીધી છે. પોઈન્ટ ટેબલમાં પણ નંબર 1 પર છે. રાજસ્થાનની ટીમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 3 મેચ ટીમ રમી છે. જેમાંથી એક મેચમાં જ રાજસ્થાનની ટીમની જીત થઈ છે. રાજસ્થાને પોતાની છેલ્લી મેચમાં ચેન્નાઈને હરાવીને આ સિઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી. આવો જાણીએ બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ.
PBKS vs RR બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
PBKS અને RR હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો રાજસ્થાનની ટીમનો હાથ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે. બંને ટીમ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને 16 જીત મેળવી અને ટોટલ 28 મેચ રમાઈ હતી. પંજાબની ટીમે 11 મેચ જીતી છે.મુલ્લાનપુરમાં અત્યાર સુધીમાં ફક્ત 5 IPL મેચ રમાઈ છે. પાંચ મેચોમાં, પહેલા બેટિંગ કરનારી ટીમ બે વાર જીતી છે, જ્યારે પીછો કરનારી ટીમ ત્રણ વાર જીતી છે. જેના કારણે જે ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ લઈ શકે છે.
આ પણ વાંચો: શું SRH હૈદરાબાદ છોડીને આ શહેરમાં શિફ્ટ થશે?
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
પંજાબ કિંગ્સ: શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, સૂર્યાંશ શેડગે, ગ્લેન મેક્સવેલ, શ્રેયસ અય્યર (કેપ્ટન) , પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, નેહલ વાધેરા.
રાજસ્થાન રોયલ્સ: શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર,સંજુ સેમસન (કેપ્ટન) , યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) મહેશ થીક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, કુમાર કાર્તિકે.