PBKS vs LSG: ધર્મશાલા સ્ટેડિયમમાં પિચની સ્થિતિ કેવી હશે? ટોસની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ

PBKS vs LSG Pitch Report Weather: આજે પંજાબ અને લખનૌ વચ્ચે મેચ રમાવાની છે. આજની મેચમાં શ્રેયસ ઐયર અને રિષભ પંત આમને-સામને આવશે. ત્યારે આવો જાણીએ ધર્મશાલા સ્ટેડિયમની પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ જાણો.

આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજા IPL 2025ની સૌથી લાંબી સિક્સ મારી, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે

HPCA સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
ધર્મશાલા સ્ટેડિયમની પીચ પર ઝડપી બોલરો સ્વિંગ મેળવી શકે છે. બેટ્સમેન માટે આ પીચ પડકાર સાબિત થઈ શકે છે. સ્પિનરો અહીં આક્રમક રીતે રમી શકે છે. જેના કારણે બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવામાં સફળ થઈ શકે છે. જે ટીમ ટોસ જીતે છે તે બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. હવામાનની વાત કરવામાં આવે તો 6 વાગ્યાની આસપાસ 25 ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આવા હવામાનમાં, ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભાહ રહેશે.