January 5, 2025

‘તારી પાસે કોઈ કામ નથી…’બિગબોસ OTT-3થી બહાર આવતા જ પાયલે રાખીની કરી ઝાટકણી

મુંબઈ: બિગ બોસ OTT 3 સતત સમાચારોમાં રહે છે. દરરોજ શોના સ્પર્ધકોના નવા નવા કારનામાઓ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે. શોની બહાર અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક અને રાખી સાવંત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. રાખી સાવંતના સ્વભાવ વિશે બધા જાણે છે. રાખીએ અરમાન અને તેની બે પત્નીઓ વિશે ટિપ્પણી કરી છે.

રાખીએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘જો હું શોમાં આવીશ તો કદાચ હું ત્રીજી પત્ની તરીકે બહાર આવીશ.’ તેણે પોતાનો બધો ગુસ્સો એક વીડિયો દ્વારા રાખી સાવંત પર ઠાલવ્યો. પાયલે કહ્યું, “મને લાગે છે કે તમારી પાસે કોઈ કામ નથી, તેથી જ તમે મારા પરિવારને નિશાન બનાવી રહ્યા છો. તમે કૃતિકાને ગરોળી કહીને અરમાનનું અપમાન કરી રહ્યા છો. મેં તમારી પાસેથી કોઈ પ્રકારનો ન્યાય માંગ્યો નથી. તમે જેમની સાથે લગ્ન કર્યા છે તે ત્રણ-ચાર પુરુષોને ન્યાય આપો.”

આ પણ વાંચો: અનંત અને રાધિકાના સંગીતમાં મુકેશ અને નીતા અંબાણીનો સુંદર વિડીયો આવ્યો સામે

પોતાની વાત પૂરી કરતાં પાયલે આગળ કહ્યું, “તમે માત્ર વિવાદ ઊભો કરવા માંગો છો. અમારા પરિવારમાં આવી કોઈ સમસ્યા ચાલી રહી નથી, તેથી વધુ સારું રહેશે કે તમે તેનાથી દૂર રહો. આ મારો છેલ્લો વીડિયો નહીં હોય, જો તમે અમારી ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો તો હું જવાબ આપતી રહીશ. પાયલ હંમેશા તેના પરિવાર વિરુદ્ધ બોલતા લોકોને જડબાતોડ જવાબ આપે છે.

પાયલને ગયા અઠવાડિયે જ બિગ બોસ OTT 3માંથી બહાર કરવામાં આવી હતી. તેણીએ તેના પતિ અરમાન મલિક અને તેની બીજી પત્ની અને તેની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા મલિક સાથે આ શોમાં ભાગ લીધો હતો. પાયલના એક્ઝિટ બાદ હવે લોકોની નજર અરમાન અને કૃતિકાના સંબંધો પર છે. જો કે, અરમાન તેની બંને પત્નીઓ સાથે શોમાં આવવાના નિર્ણયને કારણે ઘણો ટ્રોલ પણ થઈ રહ્યો છે.