પવનદીપની કારનો ગમખ્વાર અકસ્માત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Pavandeep Rajan: સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ સિઝન 12’ ના વિજેતા પવનદીપ રાજનના ચાહકો માટે ખરાબ સમાચાર છે. આજે એટલે કે 5 એપ્રિલની સવારે પવનદીપને ઉત્તરાખંડથી દિલ્હી જતી વખતે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે તેની સાથે બે વધુ લોકો હતા. તેમની કાર પાછળથી એક કેન્ટરને ટક્કર મારી જેના કારણે આ મોટો અકસ્માત થયો હતો. શાનદાર ગાયકીથી કરોડો લોકોના દિલ જીતનાર પવનદીપ રાજન ઉત્તરાખંડના રહેવાસી છે.

મળતી માહિતી અનુસાર, પવનદીપ રાજન હવે ખતરામાંથી બહાર છે. આ અકસ્માત 5 મેના રોજ વહેલી સવારે 3.40 વાગ્યે થયો હતો. ડ્રાઇવરને અચાનક ઊંઘ આવી ગઈ અને તેની કાર પાછળથી રસ્તા પર પાર્ક કરેલા કેન્ટરને ટક્કર મારી હતી. ઉત્તરાખંડથી દિલ્હી જતી વખતે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 9 પર આ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ ત્રણેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં બધાને વધુ સારી સારવાર માટે દિલ્હી રિફર કરવામાં આવ્યા હતા. જો કે, પવનદીપ હાલમાં ખતરાથી બહાર છે. તેના એક હાથ અને બંને પગમાં ઈજાઓ છે.

પવનદીપ રાજન કોણ છે?
પવનદીપ રાજન માત્ર એક પ્રખ્યાત ગાયક જ નથી પણ એક પ્રતિભાશાળી સંગીતકાર પણ છે. આ 29 વર્ષીય ગાયકે પ્રતિભાથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી છે. પવનદીપે 2015માં સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા’ જીતીને પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે. તે વિવિધ પ્રકારના વાદ્યો પણ વગાડી શકે છે. પવનદીપ હાર્મોનિયમ, સિન્થેસાઇઝર, તબલા અને ઢોલ જેવા ઘણા વાદ્યો ખૂબ જ કુશળતાથી વગાડે છે.