January 21, 2025

દિલ્હીની હોસ્પિટલ બની રક્તરંજિત, સારવાર માટે આવેલ શખ્સની ગોળી મારી કરાઇ હત્યા

Delhi: રાજધાની દિલ્હીની ધરતી ફરી એકવાર રક્ત રંજિત થઈ છે. દિલ્હીની એક હોસ્પિટલમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં એક શખ્સનું મોત થયું છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, રિયાઝુદ્દીન નામના શખ્સની GTB હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ એક શખ્સ હોસ્પિટલમાં આવે છે અને તે રિયાઝુદ્દીન પર ફાયરિંગ કરી દે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રિયાઝુદ્દીન નામનો શખ્સ 23 જૂનના રોજ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે એડમિટ થયો હતો. લગભગ 4 વાગે 18 વર્ષનો એક યુવક હોસ્પિટલમાં આવીને રિયાઝુદ્દીનની ગોળી મારીને હત્યા કરી કાઢે છે. પ્રાથમિક તપાસ મુજબ રિયાઝુદ્દીન નશાનો બંધાણી હતો પરંતુ તેનો કોઈ જૂની ક્રાઇમ હિસ્ટ્રી નથી રહી.