પાટડીના વડગામના લૂંટ વિથ મર્ડર કેસના આરોપીને LCB ટીમે બોરસદથી દબોચ્યો

સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના વડગામમાં 71 વર્ષીય વૃદ્ધાની લૂંટ ચલાવી હત્યાની જવામાં આવી હતી. ત્યારે આ હત્યાના આરોપીને LCB ટીમે બોરસદ તાલુકાના કિંખલોડ ગામેથી રૂ . 2.71 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પાટડી તાલુકાના વડગામ ગામે 71 વર્ષે શાંતાબેન શંકરભાઈ ડોડીયાની હત્યાના કેસમાં ચોકાવનારો ખુલાસો એલસીબી પોલીસી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 28 ડિસેમ્બર 2024ના રોજ વડગામના બજાર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનો એકલતાનો લાભ લઈ અને આરોપીએ દાગીના લૂંટવાના ઇરાદે તેમના કાન કાપી હત્યા કરી હતી. લૂંટના ઇરાદે રાત્રિના સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધાના વરિયા બે બંગડીઓ સોનાની સહિત કુલ રૂપિયા 2.71 લાખના દાગીનાની લૂંટ કરી વૃદ્ધા શાંતાબેનની હત્યા નિપજાવી હતી.

તે સમયે આરોપી સતીશ રમેશભાઈ રાજ પરમાર જે 12 દિવસ સુધી વડગામમાં રહી અને પોલીસની તપાસ પર નજર રાખતો હતો. 12 દિવસ બાદ સોનાના દાગીના મજામાં કડબની અંદર સંતાડી રાખ્યા હતા. ત્યાર બાદ 12 દિવસ પછી આ સોનાના દાગીના લઈ તે તેના વતન કીંખલોડ ગામે જતો રહ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો અને પોલીસે તેની પાસેથી 2.71 લાખનો મુદ્દામાલ જેમાં સોનાની બે બંગડી અને છ વરિયા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ઉપરાંત આરોપીએ ઘટના સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા હતા. હાલ આરોપીની એલસીબીએ ધરપકડ કરી અને દસાડા પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.